આજે રાજ્યના મોટાભાગના વિસ્તારો ભારે વરસાદ(Heavy Rain) વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત(South gujarat)ના 25 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે જેમાં માત્ર સુરત સિટી(Surat City)માં જ ત્રણ ઇંચથી વધુ વરસ્યો છે. ત્યારે આગામી 16 અને 17 જુલાઈ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ નગર હવેલી, સુરત, ડાંગ ,તાપી તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, જૂનાગઢ, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જયારે અમદવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપી છે.
અંબાલાલ પટેલની વરસાદનુ લઇ આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 થી 22 જુલાઈમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. તેમાં પણ 30 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થશે. જેના કારણે 30 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
ગુજરાત પર લો પ્રેશરની વરસાદી સિસ્ટમ સર્જાતા આગામી 3 દિવસ મેઘરાજા મહેરબાન થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોન્સૂન ટ્રફથી ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉક્ટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી 16-17જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોનાની સ્થિતિ કાબુમાં ન આવતા હીરા ઉદ્યોગે લીધો અગત્યનો નિર્ણય, આટલા દિવસ બજાર રહેશે બંધ
