હાલ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છતાં હજુ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો નથી ત્યારે 23થી 25 જુનમાં સૌરાષ્ટ્ર અને રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ વરસવાની શક્યતા છે સાથે જ તારીખ 26-27 ભારે વરસાદની આગાહી છે. સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જુલાઈ તા.2-3માં મુંબઈ-મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. તા.૭ સુધીમાં પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે.
આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહીને અંતર્ગત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પાંચ દિવસની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અષાઢ સુદ છઠ્ઠે વરસાદ થાય તો અતિભારે વરસાદ થવાની સંભાવના રહે. તા.26 સુધીમાં આરાસુર, અરવલ્લી, ઉત્તર ગુજરાત તેમજ સુરેન્દ્રનગર, મધ્ય ગુજરા, અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે.
આ પણ વાંચો : જમાલપુર મંદિર ખાતે ભગવાનના સોનાવેશમાં દર્શન થવાની સાથે રથનુ પૂજન કરાશે
