રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઇ ગઈ છે. ત્યારે આગામી 5 દિવસ હજુ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 18 જૂનથી વરસાદી માહોલ રહેશે. અને 21થી 25 જૂનના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર -કચ્છના ભાગોમાં વરસાદ થશે. તેમજ બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રના વહનનું હળવું દબાણ દેશના મધ્યપ્રાંતમાં રહેતું હોવાથી 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થશે.
આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આગામી પાંચ દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદ થશે. સાથે જ 21 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહશે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના આ વિસ્તારોમાં 24 કલાકમાં નોંધાયો આટલો વરસાદ
રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઇ ગઈ છે ત્યારે રાજ્યના અમુક વિસ્તારોમાં જ વરસાદ પડ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અને સૌથી વધુ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો છે. તો સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 32 તાલુકામાં સરેરાશ અડધો ઇંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : એક બે નહિ અમદાવાદમાં કોરોના વાયરસ ના આટલાં બધાં છે સ્વરૂપ : રિસર્ચ
