શહેરમાં છેલ્લા પાંચ દિવસમ બાદ મૃતકોની સંખ્યા પ થઈ છે. જ્યારે કોરોનાથી થતા મૃત્યુના સાચા આંકડા છૂપાવવા માટે સુરત મ્યુનિસિપલ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરના 24 જેટલા સ્મશાનગૃહોમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, કોઈને પણ મૃત્યુના આંકડા આપવામાં ન આવે.

છેલ્લા 24 કલાકમાં શહેરમાં 168 જેટલા કોરોનાના પોઝીટીવ કેસો નોંધાયા હતા. આ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા 23535 પર પહોંચી છે. અનેક સોસાયટીઓમાં કેસો આવ્યા હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું. 14 જેટલા નવા વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 14 જેટલા વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી હટાવવામાં આવ્યા છે.
