રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનો કહેર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 197 કેસ નોંધાયા અને પાંચના મોત થયા છે. ત્યારે કુલ આંકડો 2378 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 212 દર્દીઓ સારા થઇ ઘરે ગયા હતા. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ અમદાવાદની સ્થિતિ અંગે માહિતી આપી હતી
વિજય નેહરાના જણાવ્યા મુજબ, અમદાવાદમાં કોરોનાની સ્થિતિ

- એક્ટિવ કેસ : 2016
- હાલત સ્થિર : 1988
- વેન્ટીલેટર પર : 28
- આજે 29 દર્દીઓને રજા અપાઈ
- કુલ 2316 કેસ
- કુલ 241 લોકો ડિસ્ચાર્જ
વિજય નહેરા દ્વારા અપાઈ ઝોન વાઈસ માહિતી
- મધ્યઝોનમાં સૌથી વધુ 911 કેસ
- અમદાવાદ શહેરના 42 વોર્ડ ઓરેન્જ ઝોનમાં
- શહેરમાં 7.60 લાખ ઘરમાં 32 લાખ લોકોનું સર્વે હાથ ધરાયું
- ક્લસ્ટર વિસ્તારમાં દરરોજ સર્વેલન્સ થાય છે.
- 670 ટીમ દ્વારા દરરોજ 1 લાખ ઘરમાં સર્વે
અત્યાર સુધીમાં 23702 ટેસ્ટ કરાયા

વિજય નેહરાએ જણાવ્યું કે, આપણે અત્યાર સુધીમાં કુલ 23702 ટેસ્ટ કર્યાં છે, જે પર મિલિયન 3950 ટેસ્ટ છે. આવતીકાલ સુધીમાં મિલિયન ટેસ્ટ 4000થી વધુ થઈ જશે. જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત કુલ 6 વિસ્તાર રેડઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર યલો ઝોનમાં છે. તેઓએ જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના વાયરસ ડબલિંગ થવાનો રેસિયો ઘટ્યો છે. હવે કેસ ડબલિંગ રેટ 8 દિવસ પર પહોંચ્યો છે. હજુ અમારો કોરોના ડબલિંગ રેટને 11 – 12 દિવસ કરવા પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ અમદાવાદમાં કોરોનાથી મૃત્યું થનારો રેસિયો પણ ઘટ્યો છે.
AMC કમિશનરે આપી ત્રણ એસની સ્ટ્રેટેજી
તેઓએ જણાવ્યું કે, શહેરમાં વૃદ્ધોના કેસ ઘટશે તો મૃત્યુદર આપોઆપ ઘટશે. જે માટે AMC કમિશનરે ત્રણ એસની સ્ટ્રેટેજી આપી હતી. સુપર સ્પ્રેડર્સ, સ્લમ, સિનિયર સીટિઝન એમ ત્રણ એસની સ્ટ્રેટેજી જણાવી હતી. LG હોસ્પિટલમાં OPD સહિતની ઈમરજન્સી સેવા શરૂ કરાઈ અને માત્ર ઓર્થોપેડિક સુવિધા બંધ રહેવાની વાત કરી. શહેરના 10 દર્દીઓ પોતાના પ્લાઝમા ડોનર તરીકે સંમતિ આપી. અત્યાર સુધી શહેરમાંથી 3 દર્દીના પ્લાઝમા લેવાયા છે. તો લેમન ટ્રી હોટલમાં નવુ કોવિડ સેન્ટર ઉભું કરાયું.
