હાલ અમેરિકા કોરોના વાયરસનું કેન્દ્ર બનેલ છે અમેરિકામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખ સુધી પહોંચી ગઈ છે. જે ચીન કરતા પણ વધુ છે. એવામાં અમેરિકાએ ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત સહીત વૈશ્વિક મહામારીના ખતરાનો સામનો કરી રહેલા સૌથી વધુ જોખ ધરાવતા 64 દેશોને 17.4 કરોડ ડોલરની વધુ આર્થિક સહાયતા કરવાની જાહેરાત કરી છે. જેમાંથી 29 લાખ ડોલર ભારતને આપશે.
ભારત સરકારને 29 લાખ ડોલરની મદદ

અગાઉ ફેબ્રુઆરીમાં અમેરિકાએ 10 કરોડ ડોલર મદદની જાહેરાત કરી હતી. એ ઉપરાંત તેણે આ રકમનો રોગ નિયંત્રણ અને બચાવ કેન્દ્ર સહિત વિભિન્ન વિભાગો અને એજન્સીઓના અમેરિકન વૈશ્વિક પ્રતિક્રિયા પેકેજનો ભાગ છે અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું, કે પ્રયોગશાળા તંત્ર સ્થાપિત કરવા, કેસની શોધ અને ઘટનાઓ પર આધારિત નજર રાખવાને ક્રિયાશીલ બનાવા તથા પ્રતિક્રિયા અને તૈયારીઓ માટે તકનીકી વિશેષજ્ઞોની સહાયતા વગેરેને મદદ કરવાના હેતુથી ભારત સરકારને 29 લાખ ડોલરની મદદ કરી રહ્યું છે.
અમેરિકન આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સીના ઉપ પ્રશાસક બોની ગ્લિકના મતે આ સહાયતા અમેરિકાના વૈશ્વિક સ્વાસ્થ્ય નેતૃત્વને વધુ મજબૂત બનાવશે. એની સાથે અમેરિકા વેન્ટિલેટર્સની જરૂરીયાતનો પુરવઠો પૂરો પાડવા માટે પણ તૈયાર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસથી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા બાદ અમેરિકાએ વેન્ટિલેટર અને અન્ય ચિકિત્સીય સાધનોનું ઉત્પાદન વધારી દીધું છે અને તેમનું પ્રશાસન અન્ય દેશોને પણ તેઓ વિતરિત કરશે.
