રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ફેસબુક, સિલ્વર લેક પછી, અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ (વિસ્ટા) જિઓ પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. વિસ્ટાનું રોકાણ જિઓ પ્લેટફોર્મમાં તેનો હિસ્સો વધારીને 2.32% કરશે. વિસ્ટાના રૂ. 11,367 કરોડનું રોકાણ ઇક્વિટી વેલ્યુ રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ. 5.16 લાખ કરોડ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફેસબુક પછી વિસ્ટા જિઓ પ્લેટફોર્મ પર સૌથી મોટું રોકાણકાર બની છે. જિયો પ્લેટફોર્મ ત્રણ સપ્તાહથી ઓછા સમયમાં 60,596.37 કરોડ રૂપિયાનું રોકાણ એકત્રિત કરી ચૂક્યું છે.

ત્રીજું મોટું રોકાણ
રિલાયન્સ જિઓમાં આ કંપનીનું ત્રીજું મોટું રોકાણ છે. વિશ્વની અગ્રણી સોશિયલ મીડિયા કંપની ફેસબુકે જિઓમાં 9.9 ટકા હિસ્સો, 43,534 કરોડમાં અને સિલ્વર લેકે 5655 કરોડનું રોકાણ કરીને 1.55% હિસ્સો ખરીદ્યો છે.
આ પણ વાંચો : કોંગ્રેસનો આરોપ, ગુજરાત સરકાર નિષ્ફળતા છુપાવવા માટે તબીબોનું કરી રહ્યું છે અપમાન ?

ડિજિટલ સોસાયટીની ક્ષમતા પર વિશ્વાસ
અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ એ વિશ્વનું સૌથી મોટું ટેક ફોકસ્ડ ફંડ છે. વિસ્ટાના અધ્યક્ષ અને CEO રોબર્ટ એફ સ્મિથે કહ્યું કે, ‘અમે આગામી સમયમાં ડિજિટલ દુનિયાની સંભાવનામાં વિશ્વાસ રાખીએ છીએ. જિઓ ભારતમાં એક મોટું ડિજિટલ પ્લેટફોર્મ બનાવી રહ્યું છે. જીયોની વિશ્વ-વર્ગની નેતૃત્વ ટીમ સાથે વૈશ્વિક અગ્રણી વ્યવસાય તરીકે મુકેશની દ્રષ્ટિએ ડેટા ક્રાંતિને આગળ વધારવાનું પ્લેટફોર્મ બનાવ્યું છે.’ વધુમાં તેમણે કહ્યું કે, “ભારતભરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવા માટે અમે Jio પ્લેટફોર્મ સાથે મળીને કામ કરવામાં રોમાંચિત છીએ.”
