ભારતમાંથી પાક.- ચીન ગયેલાની ધૂળ ખાતી સંપત્તિ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શત્રુ સંપત્તિ એક્ટ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદામાં કેન્દ્ર દ્વારા થોડા વર્ષો પહેલા સુધારો કરાયો હતો. નવા એક્ટ મુજબ પાકિસ્તાન, ચીન જેવા દેશોમાં જઈ વસેલા લોકોની સંપત્તિમાં તેમના વારસદારોનો કોઈ જ હક રહેતો ન હતો.

ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ શત્રૂ સંપત્તિને લઇ ત્રણ ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવાઈ છે. આ સમિતિમાં ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત નિર્મલા સિતારામન અને નીતિન ગડકરીને પણ સામેલ કરાયા છે. દેશભરમાં રહેલી 9400 શત્રૂ સંપત્તિને અલગ અલગ મંત્રાલયો સાથે મળીને વેંચી નાખશે। ગૃહ મંત્રાલયે આ અંતર્ગત કાર્યવાહીનો આદેશ જારી કર્યો હતો. અત્યાર સુધી ધૂળ ખાઈ રહેલી આ સંપત્તિમાંથી લગભગ એક લાખ કરોડ રૂપિયા ઊભા થાય એવી શક્યતા છે. દેશમાં 1962, 1965ના યુદ્ધ વખતે પાકિસ્તાન અને ચીનમાં જઈ વસી ગયેલા લોકોની સંપત્તિ સરકારના કબજામાં હતી.
ક્યાં ક્યાં કેટલી સંપત્તિ છે

ઉત્તર પ્રદેશમાં પાકિસ્તાનની 4991 સંપત્તિ છે અને તેની કિંમત 82441.23 કરોડ રૂપિયા છે
પશ્ચિમ બંગાળમાં પાકિસ્તનની 2735 અને ચીનની 59 સંપત્તિ છે જેની કિંમત 878.26 કરોડ રૂપિયા છે.
દિલ્હીમાં પાકિસ્તાનની 487અને ચીનની 2 સંપત્તિ છે જેની કિંમત 816.90 કરોડ રૂપિયા છે
આંધ્ર પ્રદેશમાં પાકિસ્તનની 159 સંપત્તિ છે જેની કિંમત 11641.20 કરોડ રૂપિયા છે
ગોવામાં પાકિસ્તનની 263 સંપત્તિ છે જેની કિંમત 100.10 કરોડ રૂપિયા છે
ગુજરાતમાં પાકિસ્તાનની 146 સંપત્તિ છે જેની કિંમત 1000 કરોડ રૂપિયા છે
આ ઉપરાંત બીજા રાજ્યોમાં પણ સંપત્તિ છે પરંતુ તેની કિંમત માર્યાદિત છે
