ગયા રવિવારે દિલ્હીમાં ‘નાગરિકતા કાયદાના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસંપર્ક રેલી દરમિયાન ઘરની ગેલેરી માંથી રેલીનો વિરોધ કરી રહેલી બે મહિલાઓને એમના મકાન માલિકે ઘરમાંથી કાઘી મૂકી છે
એ મહિલા એક વકીલ છે જેનું નામ સૂર્યા રજપ્પન છે. તેમણે કહ્યુ કે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના લાજ્પત નગરમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં ઘરે ઘરે જઈ સંપર્ક કરી રહ્યા હતા. એ દરમિયાન હું મારી ફ્લેટમેંટ સાથે એના વિરોધમાં ઘરની બાલકની માંથી એક બેનર દેખાડ્યું હતું. જયારે મકાન મલિકને એની જાણ થઇ તો એમણે અમારી પાસે ઘર ખાલી કરવાનું કહી દીધું આ દરમિયાન બેનરમાં બંને બાજુ સીએએ અને એનઆરસી સાથે મોટા અક્ષરોમાં શેમ જયહિન્દ, આઝાદી અને ‘નોન ઈન માઇ નેમ’ પણ લખ્યું છે.

આ દરમિયાન રેલીમાં સામેલ લોકો અમારા વિરોધ થી ગુસ્સા થઇ ગયા અને અપશબ્દ કહેવા લાગ્યા। ત્યાર પછી અમારા એપાર્ટમેન્ટ નીચે રસ્તા પર લગભગ 150 લોકોની ભીડ જમા થઇ ગઈ આ લોકોએ બાલકનીમાં લટકેલ અમારા બૅનરને ફાડી નાખ્યું. અહીં સુધી કે કેટલાક લોકોએ પગથિયાં ચડી અમારા ફ્લેટ સુધી પહોંચવાનો પ્રયાસ પણ કર્યો. ત્યાર પછી અમને તેઓએ ધમકી આપી કે જો એમને ઉપર નહિ આવવા દેશે તો દરવાજો તોડી નાખવામાં આવશે.

પોલીસના હસ્તક્ષેપ છતાં તેઓ હિંસક રૂપમાં અમારા દરવાજા ઠોકતાં રહ્યા અને ચિલ્લાતા રહ્યા. ઘણી વાર હસ્તક્ષેપ કર્યા પછી મિત્રો અને પેરેન્ટ્સને એક પોલીસ અધિકારી સાથે પરિસરમાં આવવાની મંજૂરી આપી અને મકાન માલિકે અમને જણાવ્યું કે અમને મકાનમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.
અમે કોઈ દિવસની વિચાર્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધના બદલામાં અમને આવી પ્રતિક્રિયા મળશે. ત્યારથી અમને અમારી જાનનો ખતરો સતાવે છે. છેલ્લા બે દિવસથી અમે પોતાને ઘરમાં બંધ કરી દીધા છે. પોલીસે આ મામલે ભીડ વિરુદ્ધ FIR નોંધી છે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.