કોરોના વાયરસનો કહેર દુનિયામાં છે. આ વચ્ચે બૉલીવુડ ઇન્ડસ્ટ્રી અને ફેન્સને ત્યારે વધુ એક ઝાટકો લાગ્યો જયારે ઈરફાન ખાન અને ઋષિ કપૂરના નિધનની ખબર સામે આવી. આ ડીપ્રેસિંગ માહોલ વચ્ચે અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ ‘અમર અકબર એન્થની’ ની એક મજેદાર કલીપ શેર કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘આ છે વિડીયો… આ સમય પોઝિટિવ રહેવાનો છે. હસતી આંખો સાથે હસતા ચહેરાને પાછા લાવવાનો સમય… ધ શો મસ્ટ ગો ઓન!!
અમિતાભ બચ્ચને વીડિયોમાં ફિલ્મો એક કિસ્સો શેર કર્યો
તેમણે લખ્યું આરકે સ્ટુડિયોના ત્રીજા માળે અમર અકબર એન્થની ફિલ્મનો સીન શોટ હતો, મનમોહન દેસાઈ ડિરેક્ટર હતા. અમે ત્યારે આરકે સ્ટુડિયોમાં બે ફિલ્મ પરવરિશ અને અમર અકબર એન્થનીનું શૂટિંગ કરી રહ્યા હતા. સ્ટુડિયોના પહેલા માળે ક્લાઈમેક્સ એક્શન વિનોદ, અમજદ અને હું… અને આ સીન મારી સાથે ત્રીજા માળે. મન જીએ મને કહ્યું કે તું આ મિરર સીનનું રિહસલ કર ત્યાં સુધીમાં હું બીજા માળે શોટ લઈને આવું છું. પણ તેઓ જ્યારે આવ્યા ત્યાં સુધીમાં મેં આ સીન આસિસ્ટન્ટ ડિરેક્ટર સાથે મળીને શૂટ કરી લીધો હતો. બેઝિક આઈડિયા કાદર ભાઈએ આપ્યો હતો બાકી બધું ઓન ધ સ્પોટ અને એક ટેકમાં થયું હતું.
જ્યારે મન જી સેટ પર પરત ફર્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા. તેમણે કહ્યું કે, એ, બરાબર કર્યો છે ને સીન.. ઠોક તો નહીં દિયા. મન જીએ ફાઈનલી આ સીન મહિના પછી જોયો, તે સમયે પ્રિન્ટ ડેવલપમાં સમય લાગતો હતો. તેમણે રણજી સ્ટુડિયોઝમાં મીની ટ્રાયલમાં આ જોયો જ્યાં અમે અમર અકબર એન્થની ફિલ્મના ક્લાઈમેક્સનું શૂટિંગ કરી રહ્યા હતા. તે જોયા બાદ અમે સ્ટુડિયોમાં ઓફિસના પગથિયાં પર બેઠા અને તેમણે મને કહ્યું, લલ્લા, હવે હું જે પણ ફિલ્મ બનાવીશ તે બધી ફિલ્મમા તું કામ કરીશ જ્યાં સુધી તું ના નહીં પડે. તે દિવસો હતા.
અમિતાભ-ઋષિની જોડીને દર્શકોએ કરી હતી પસંદ

જણાવી દઈએ, ‘અમર અકબર એન્થની’માં અકબરના ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ દર્શકોએ ઘણી પસંદ કરી હતી. બંનેની જોડી ઇટલી હિટ થઇ હતી. એમણે લાંબા સમય સુધી એક વાર ફરી ફિલ્મ ‘102 નોટ આઉટ’માં કામ કર્યું જે 2018માં રિલીઝ થઇ હતી.
આ પણ વાચો : કાલથી ખરીદી શકો છો ઓનલાઇન મોબાઈલ, પરંતુ નહિ થાય આ વિસ્તારોમાં ડિલિવરી
