પ્રવાસી મજૂરોને તેમના રાજ્યમાં મોકલવા કેન્દ્ર સરકારે દેશના અલગ અલગ ભાગોમાં રેલવે સેવા શરુ કરી છે. જેથી મજૂરો પોતાના વતન પહોંચી શકે ત્યારે પશ્ચિમ બંગાળ સરકારે તેમના રાજ્યમાં ટ્રેનને ઘૂસવા નથી દીધી.જેને લઇ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને એક પત્ર લખ્યો છે.
પશ્ચિમ બંગાળ સરકારે ટ્રેનને મંજૂરી નથી આપી

ગૃહમંત્રીએ લખેલ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકારને પ્રવાસી શ્રમિકોને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે રાજ્ય સરકાર પાસેથી સહયોગ નથી મળી રહ્યો. તેમણે કહ્યું, કેન્દ્ર બે લાખથી વધારે પ્રવાસી મજૂરોને અલગ અલગ રાજ્યમાં તેમના ઘર સુધી પહોંચાડવાની સુવિધા આપી રહી છે. ત્યાંના શ્રમિક પણ પાછા જવા માંગે છે, પણ રાજ્ય સરકાર ટ્રેનને મંજૂરી નથી આપી રહી.
મમતા સરકાર પ્રવાસી મજૂરો સાથે અન્યાય કરી રહી
અમિત શાહના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘મમતા સરકાર પ્રવાસી મજૂરો સાથે અન્યાય કરી રહી છે. જે તેમના માટે મુશ્કેલી ઊભી કરશે. આ પહેલા કોરોના સંક્રમણ અને તેનાથી થાનારા લોકોના મોત અંગે બન્ને સરકાર એકબીજાની સામ સામે હતી. કેન્દ્ર અને બંગાળ સરકાર મોતના અલગ અલગ આંકડા જાહેર કરી રહી છે.’
આ પણ વાંચો : સરકારે બહાર પાડી નવી ડિસ્ચાર્જ પોલિસી, આ રીતે આપી દેવામાં આવશે કોરોનાના દર્દીઓને હોપિટલમાંથી રજા
