વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ દેશવાસીઓને દેશને તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે સંદેશો આપેલો. ત્યાર બાદ દેશના અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટેના પ્રયાસો શરૂ છે. હાલમાં જ દેશની સૌથી મોટી બ્રાંડ અમૂલે પેપ્સી-કોકાકોલાને ટક્કર આપતું દેશનું પ્રથમ મિલ્ક બેઝડ કાર્બોનેટેડ સેલ્ત્ઝર લોન્ચ કર્યું છે. અત્યારે અમૂલ ટુ સેલ્ટઝર લેમન અને ઓરેન્જ એમ બે ફ્લેવરમાં લોન્ચ થયું છે. લોન્ચ થયેલા અમૂલ ટ્રુ સેલ્ટઝરના બન્ને ફ્લેવરની 200 એમએલની બોટલની કિંમત રૂ.15 રાખવામાં આવી છે. અમૂલનું આ સોફ્ટ ડ્રિંક પહેલા ગુજરાતમાં અને પછી દેશમાં લોન્ચ કરવામાં આવશે.
અમૂલે દેશની પહેલું મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ સેલ્ટઝર લોન્ચ કરી કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પ્રવેશ કર્યો છે.અત્યાર સુધી દેશમાં સોફ્ટ ડ્રિંકના માર્કેટમાં પેપ્સી-કોકાકોલાએ મોટું બજાર કવર કરેલું છે.નવી પેઢીની પસંદગી માટે અમૂલે ફ્રૂટ જ્યુસ અને મિલ્ક સોલિઝ્ડ ઉમેરી કાર્બોનેટેડ પીણું બનાવેલ છે.
અમૂલે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 10 % હિસ્સો કબ્જે કર્યો
અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યા મુજબ હાલ અમૂલ ટ્રુ સેલ્ટઝરના બે ફ્લેવર લોન્ચ થયા છે. ટૂંક સમયમાં કોલા, જીરા, એપલ જેવાં ઘણાં વેરીયન્ટ લોન્ચ કરાશે. શરૂઆતી તબક્કે ગુજરાતમાં લોન્ચ થયું છે. આગામી સમયમાં દેશના અન્ય ભાગોમાં પણ અમૂલ ટ્રુ સેલ્ટઝર લોન્ચ કરીશું.
ફ્રેબ્રુઆરી 2019 માં અમૂલે પીણાંના પોર્ટફોલિયાને મજબૂત બનાવવા દૂધ અને અસલી ફ્રૂટ જ્યૂસનું મિશ્રણ ધરાવતા પીણાં ‘Tru’ બ્રાન્ડ હેઠળ લોન્ચ કર્યા હતા.તેને લોન્ચિંગના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બજારનો 10 ટકા હિસ્સો કબ્જો કર્યો છે. આમ તેનો સારો પ્રતિસાદ મળ્યો છે.
અમૂલના બજારમાં ઉપલબ્ધ વિવિધ ફ્લેવર્સ
અમૂલ બ્રાન્ડ દ્વારા વિવિધ પ્રકારના ફ્લેવર મિલ્ક બનાવવામાં આવ્યા છે. જેમ કે, કઢાઈ દૂધ,ગોળ દૂધ, હની દૂધ,મિલ્ક શેક્સ, સ્મુધીઝ, અને ઉપરાંત રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરતાં હલ્દી દૂધ, તુલસી દૂધ, જીંજર આદુ ફ્લેવર દૂધ, અશ્વગંધા દૂધ અને ડેરી આધારિત મોકટેઈલ્સ તેમજ છાશ અને લસ્સી જેવાં પીણાં બનાવવામાં આવી રહ્યા છે.માત્ર ભારત જ એશિયા અને વિશ્વના અન્ય ભાગોમાં પણ તેનું વેચાણ થાય છે.