કોરોના વાયરસને લઇ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ કરી દેવાનો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો હતો જે નિયમોમાં હવે ફેરફાર કરાવમાં આવ્યો છે. વાર્ષિક પરિણામ પહેલી કસોટીના 50, બીજી કસોટીના 50 અને 20 આંતરિક મૂલ્યાંકન ગુણને ધ્યાને લઈને કુલ 120 ગુણમાંથી પરિણામ તૈયાર કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તો તેને કૃપાગુણ આપી પાસ કરવામાં આવશે।
આચાર્ય પર છોડયો નિર્ણય
વિધાયર્થીઓને આચાર્યો ગમે તેટલા કૃપા ગુણ આપી શકે છે જે માટ આચાર્યોને વિશેષ સત્તા અપાઈ છે. ઉપરાંત ધો.11 સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ન હોવાથી તે વિષયનું ખાનું ખાલી રાખવા જણાવાયું છે. અત્યાર સુધી વિદ્યાર્થીને 10 કૃપા ગુણ આપી સકતા હતા, પરંતુ શિક્ષણ વિભાગે માત્ર આ વર્ષ માટે આ મર્યાદા વધારી છે. જો વિદ્યાર્થીને પાસ થવા 33 ગુણ કરવા આચાર્ય ગમે તેટલા ગુણ આપી વિદ્યાર્થીને પાસ કરી શકે છે.
