પુત્રને મળતી પિતાની સંપત્તિ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે પિતાની સંપત્તિમાં પુત્રીઓને પણ સમાન હિસ્સો આપવામાં આવશે. આ નિર્ણય જસ્ટિસ અરૂણ મિશ્રાની બેચના ચુકાદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, આ ઉત્તરાધિકાર એક્ટ 2005 ના સુધારા અનુસાર માન્ય છે. આ અંગે કોર્ટે જણાવ્યું છે કે, પુત્રીઓ હંમેશા પુત્રીઓ હોય છે. પુત્રો લગ્ન સુધી જ રહે છે. જેથી, 2005ના સુધારણા પહેલાં જો કોઈ પિતા મૃત્યુ પામ્યા હશે તો પુત્રીઓ અને પુત્રને સંપત્તિમાં સમાન હિસ્સો મળશે.
ભારતમાં 5 સપ્ટેમ્બર 2005ના રોજ સંસદે અવિભાજિત હિંદુ પરિવારના ઉત્તરાધિકાર કાયદામાં સુધારો કર્યો હતો. જેના અનુસાર, પુત્રીને પિતૃ સંપત્તિમાં સમાન હિસ્સો માનવામાં આવશે. આ સુધારો 9 સપ્ટેમ્બર, 200થી અમલમાં આવ્યા પહેલા, જો કોઈ પિતાનું મૃત્યુ થયું હોય તો તેમની મિલકતમાં પુત્રીઓને હિસ્સો આપવાનો રહેશે.
આ કેસ 1985માં જ્યારે એનટી રામ રાવ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન હતા. ત્યારે, તેમણે પિતૃ સંપત્તિમાં પુત્રીઓના સમાન હિસ્સેદારીનો કાયદો પસાર કર્યો હતો. જેના 20 વર્ષ પછી 2005માં સંસદે સમગ્ર દેશ માટેની પુત્રોની સમાન સંપત્તિમાં પુત્રીઓને સમાન હિસ્સો માનવાનો કાયદો પસાર કર્યો. સુપ્રીમ કોર્ટમાં એક બહેનની અરજી હતી જેમાં ભાઈઓએ તેમની બહેનને સંપત્તિનો સમાન હિસ્સો આપવાની મનાઈ કરતાં કહ્યું કે, પિતાનું અવસાન 2005 માં 9 સપ્ટેમ્બર પહેલા થયું હતું. તેથી આ સુધારાનો લાભ નહીં મળે.
આ પણ વાંચો : અમદાવાદ અગ્નિકાંડમાં 4 દિવસ પછી શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટીની ધરપકડ
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, 9 સપ્ટેમ્બર 2005 પહેલા પિતાનું મોત નીપજ્યું હોવા છતાં પુત્રીઓને સંપત્તિમાં સમાન હિસ્સો મળશે. આ અંગે સુપ્રીમ કોર્ટએ કહ્યું છે કે, દીકરીઓ તેમના આખા જીવન માટે માતાપિતાને પ્રેમ કરે છે. પુત્રી જન્મથી મૃત્યુ સુધી તેના માતાપિતા માટે પ્રેમાળ પુત્રી છે. જ્યારે પુત્રોના ઇરાદા અને વર્તન લગ્ન પછી બદલાય છે, પરંતુ પુત્રીઓના નહીં. લગ્ન બાદ પુત્રીઓનો તેમના માતાપિતા પ્રત્યેનો પ્રેમ વધે છે. જેથી આ નિર્ણય મહત્વપૂર્ણ છે કે, જ્યારે છોકરીઓ સમગ્ર વિશ્વમાં છોકરાઓનોની સામે સમાન હિસ્સો સાબિત કરી રહી છે, ત્યારે તે ફક્ત સંપત્તિના મામલે તેમની સાથે મનસ્વી અને અન્યાય ન થવો જોઈએ.
