કોરોના કાળમાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અનિવાર્ય છે ત્યાં સામાજિક મેળાવડા કે ઉજવણી પર પર કડક રીતે પ્રતિબંધ હોય એ સ્વભાવિક છે. એવામાં ગ્રાઉન્ડ કનેક્ટિવિટી માટે જાણિતા સુરતના એક ધારાસભ્યએ પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા જે આયોજન વિચાર્યું એ પ્રેરણાદાયી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ ધારાસભ્ય અરવિંદ રાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે 1000 લોકોને વીમો આપીને તેમના ભવિષ્ય સુરક્ષિત કરવા સાથે આ પરિવારોના આશિર્વાદ મેળવ્યા છે.

સરકારી યોજનાઓ તો અનેક છે પરંતુ યોગ્ય રીતે અને સાચા લોકોને જ તેનો લાભ મળી શકે તેવા પ્રયાસોની સમાજમાં ઉણપ છે. આ વાતને સારી રીતે સમજતાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ પોતાના જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવી જેથી આ કપરા કાળમાં લોકોના હ્રદયમાં એક સેવક તરીકે સ્થાન મેળવી શકાય એ અંગે મનોમંથન શરૂ કર્યું. તેમણે નવસારીના લોકલાડિલા સાંસદ સી. આર. પાટીલ સમક્ષ પોતાના મનનો આ વિચાર રજૂ કર્યો.
આ પણ વાંચો : પ્રતિબંધ છતાં આ કંપનીએ ભારતીય કર્મીઓને આપ્યું 4 લાખ સુધીનું બોનસ

તેમની ચર્ચા થયા બાદ ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ નક્કી કર્યું કે લોકો સુધી પહોંચીને પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા તેઓએ પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાનો લાભ શક્ય એટલા જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની નેમ લીધી. તેમણે આવા પરિવારો શોધી 1000 ઘરના મોભીઓના નામ પર વીમો જન્મદિવસની ભેંટ તરીકે આપવાનું નક્કી કર્યું. આ વીમાનું 10 વર્ષ સુધીનું લગભગ 700થી 750 રૂ. સુધીનું પ્રિમિયમ પણ તેઓ ભરશે. આ નિર્ણયનો લાભ 4500થી 5000 લોકોને મળે તેવી આશા છે. જન્મદિવસે આ પરિવારના આશિર્વાદ મળે એનાથી વિશેષ બીજી કોઈ ઉજવણી જ ન હોઈ શકે.



