હાલમાં દરેક પ્રકારની નોકરી, એ સરકારી હોય કે ખાનગી – બંને નોકરીમાં કોઈ જ પેન્શનની સુવિધા હોતી નથી. આથી દરેક વ્યક્તિએ Retirement Planning કરવું ખુબ જ જરૂરી બન્યું છે.પરંતુ એના માટે જલ્દી થી જલ્દી શરૂઆત કરવી જરૂરી છે. મારા મત મુજબ ૩૦ વર્ષની ઉંમર થી જ પ્લાંનિંગ કરી લેવું ફાયદાકારક રહે છે. જેના માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

1. લક્ષ્ય જરૂરી છે :
આ મુદ્દો કોઈ પ્રોડક્ટની તરફ નહિ પરંતુ એક ગણતરી પૂર્વક ના લક્ષ્યની મહત્વપૂર્ણતા બતાવે છે. મોટા ભાગ ના લોકો ફક્ત નિવૃત્તિ બાદનો જીવન નિર્વાહ ખર્ચ (મોંઘવારી ઉમેરી ને !!) વિશે અજાણ હોય છે, જેના લીધે ૨૦-૨૫ બાદ આવનારી નિવૃત્તિ સમયે જરૂરી ભંડોળ અપૂરતું થઇ રહે છે. આથી મોંઘવારી ઉમેર્યા બાદ જરૂરી ભંડોળ ની ગણતરી Retirement પ્લાંનિંગ નું પહેલું પગથિયુ છે.
2. ઇક્વિટી રોકાણ ને અવગણવું :
ઘણા લોકો ઇક્વિટીમાં રોકાણને જોખમી સમજી ને એના વિરુદ્ધ હોય છે અને તેઓ વિચારે છે કે શેરબજાર નીચે જાય તો તેઓ તેમના બધા પૈસા ગુમાવશે. ઇક્વિટીમાં લાંબા ગાળે સમજદારી પૂર્વકનું રોકાણ ફાયદા કારક હોય છે. ધારી લઈએ કે ઇક્વિટીમાંથી વળતર વાર્ષિક ધોરણે 12% છે અને સ્થિર થાપણોમાંથી વળતર વાર્ષિક 8% છે. જો તમે 25 વર્ષ માટે દર મહિને 10,000 રૂપિયાની બચત કરી રહ્યા છો, તો તમે FDમાં રૂ. 59,29,472 અને ઇક્વિટીમાં રૂ. 99,91,479 મેળવો છો. આથી તમે બચતનો અમુક હિસ્સો ઇક્વિટીમાં રોકી શકો છો.

3. વર્તમાન સામાજિક પરિસ્થિતિ :
હાલ માં ઘણા યુવાનો ભણતર પૂરું કર્યા બાદ નોકરી માટે મોટા શહેરો અથવા વિદેશ જવાની વૃત્તિ ધરાવે છે અને ત્યાર બાદ માતા-પિતા થી અળગા હોવાથી નિવૃત્તિ બાદ જીવન નિર્વાહ માટે પોતાની મૂડી પર જ નિર્ભર રેહવું પડે છે. જેમાં તબીબી ખર્ચને કારણે માસિક ખર્ચ ઘણો વધારે હોય છે. આ સમયે હોઈ પણ વડીલ માટે બાળકો પાસે જીવન નિર્વાહ ખર્ચની માંગણી ભયજનક હોઈ શકે છે.
તો આજે જ એક સારા આર્થિક સલાહકાર સાથે ચર્ચા કરી Retirement planing શરુ કરી નિવૃત્તિ માટે નિશ્ચિત બનો.
માર્કેટ નિષ્ણાંત અને ટોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જિજ્ઞેશભાઈ માધવાણીની કલમે
