હાલમાં ઘણા લોકો માનતા થયા છે કે લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે ઇકવીટી રોકણને અવગણી શકાય નહિ પરંતુ શું જાતે શેર બજારમાં રોકાણ કરવું એટલું સેહલું છે?
જવાબ છે ના.
હાલમાં શેર બજારમાં 8000 થી વધારે કંપનીના શેરો ઉપલબ્ધ છે. પરંતુ એમાં થી કયા 25-30 શેરોમાં ક્યાં ભાવે, કેટલા સમય માટે અને કેટલું રોકણ કરવું એ સૌથી મુશ્કેલ પ્રશ્ન છે. મારા અનુભવ મુજબ આજના રોકાણકારો જલ્દીથી રિટર્ન્સ મેળવવા માટે ઇન્ટ્રાડે અને ઓપ્શન્સ જેવા રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કરી બેસે છે જેના થી નાણાં ગુમાવવાનો વારો આવે છે.
બીજું રોકાણકાર પોતે ટ્રેડર છે કે લોન્ગ ટર્મ ઇન્વેસ્ટર છે એજ નક્કી નથી કરી શકતો. એક ટ્રેડર માટે શેરોના High-Low, support-Resistance જેવા પરિબળો લાગુ પડે છે,જયારે ઇન્વેસ્ટર માટે કંપનીના આર્થિક પરિબળો જેવા કે Profit-Loss, margins,sales નો અભ્યાસ કરવો જરૂરી છે. ઉપરાંત શેર્સ માં રોકાણ કરવા માટે વધુ મૂડ ની જરૂર પડતી હોય છે કારણ કે સારી કંપનીના શેરોની કિંમત પણ ઘણી વધુ હોય છે.
પરંતુ જો એક રોકાણકાર તરીકે તમારી પાસે આ બાબતો નો સમય કે આવડત ના હોય તો તમારું ઇન્વેસ્ટમેન્ટ એક સારા રોકાણ સલાહકારની મદદ થી Mutual ફંડમાં ઈન્વેસ્ટ કરી લાંબા ગાળે સારું વળતર મેળવી શકો છો.
માર્કેટ નિષ્ણાંત અને ટોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જિજ્ઞેશભાઈ માધવાણીની કલમે
