સરકાર સામે CAA અને NRC મુદ્દે સતત દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે આ વિરોધ પ્રદર્શનો જે રીતે થઇ રહ્યા છે અને હિંસક રૂપ ધારણ કરી રહ્યા છે તેને જોતા સરકારને આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા ને લગતા પ્રશ્નોને લઇ દબાણ ઉભું કરવાના પ્રયત્નો વિરોધ પક્ષો ખાસ કરીને જે રાજ્યોમાં આવનારા દિવસોમાં ચૂંટણી આવી રહી છે તે રાજ્યોમાં આંદોલન વધુને વધુ ઉગ્ર અને હિંસક બનશે તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે
સરકાર સામે કોઈ મુદ્દા ન હોવાથી અને ભારતીય જનતા પાર્ટી પોતાના એજન્ડા પર જે ઝડપથી કામ કરી રહી છે, તે જોઈને વિરોધ પક્ષો ને 2024ની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી ફરીથી સત્તાસીન થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. જેથી વિરોધ પક્ષો કોઈ પણ મુદ્દાને જવા દેવા માંગતા નથી. પરંતુ આ મુદ્દાઓના વિરોધને લીધે ખાસ કરીને કોંગ્રેસ પોતાનો બચેલો હિંદુ જનાધાર ઝડપથી ગુમાવી દેશે.
કોંગ્રેસના લોકો અને ખાસ કરીને કોંગ્રેસ અધ્યક્ષની નજીકના લોકો જે પણ કઈ સલાહ આપી રહ્યા છે. તે પાર્ટી માટે ખુબ જ હાનિકારક છે. કોંગ્રસ માત્ર મુસ્લિમ વોટ બેન્કને ખુશ રાખવા માટે સતત મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ અપનાવી રહી છે. રાહુલ ગાંધીનું ગુજરાત ઈલેક્શન વખતનું ‘નકલી હિન્દુત્વ’ તદ્દન ખોટું બોગસ અને ઉપજાવી કાઢેલ હતું અને ‘જતોઈ ધારી હિંદુ’ વાળી વાત પણ મોટી હતી તેવું લોકોને કોંગ્રેસ દ્વારા સતત મુસ્લિમ તૃષ્ટિકરણની વાતો અને જે રીતે CAA અને NRC મુદ્દે ખાસ કરીને જયારે ‘રાષ્ટ્ર ભક્તિ’ અને ‘રાષ્ટ્ર હિત’ ની કોઈ પણ વાત હોય ત્યારે કોંગ્રેસ દેશ વિરોધી વલણ અપનાવે છે તેવું સતત જનમાનસમાં પ્રતિબંધિત થઇ રહ્યું છે 1984માં 400થી વધુ સીટ જીતનારી રાષ્ટ્રીય પાર્ટી છેલ્લા બે ઇલેકશનમાં 50 સીટ પણ મેળવી શકી નથી.
જે રાષ્ટ્ર હિત અને રાષ્ટ્ર નીતિ પ્રત્યે ઉદાસીન વલણ દર્શાવે છે તેનો પડઘો છે અને દેશની ભવિષ્યની રાજનીતિમાં ‘રાષ્ટ્રવાદ’ એક ખુબ જ અગત્યનો મુદ્દો બનશે તેમાં કોઈ શંકા નથી.
જાણીતા રાજકીય વિશ્લેષક મેહુલભાઈ ચોકસીની કલમે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.