મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે એક નિર્ણય લીધો છે હવે આંગણવાડી કેન્દ્રો સાથે જોડાયેલી મહિલાઓ અને બાળકોને ઈંડાની જગ્યાએ દૂધ આપવામાં આવશે. ચૌહાણનું કહેવું છે કે, દુધમાં પણ પોષ્ટીક હોય છે જે બાળકોને કુપોષણથી બચાવશે. જણાવી દઈએ કે કોંગ્રેસ સરકારે રાજનૈતિક કારણોએ આંગણવાડી કેન્દ્રો પર ઈંડા પરોસવાનો નિર્ણય લીધો હતો. ત્યારે મુખ્યમંત્રી કમલનાથનું તર્ક એ હતું કે ઈંડામાં પોષ્ટીક તત્વો હોય છે. જે ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે જરૂરી છે. જો કે કમલનાથ સરકારના આ નિર્ણયના દેશભરના જૈન સાધુ સંતોએ વિરોધ કર્યો હતો.
જૈન સાધુ સંતોએ વિરોધ કર્યો હતો
સાધુ સંતોનું માનવું હતું કે ઈંડા માંસાહારમાં આવે છે. જેન સાધુ સંતોએ ત્યારે સીએમ કામલનાથને આગ્રહ પણ કર્યો હતો કે સરકારી યોજનાઓમાં ઈંડા સામેલ ન કરવામાં આવે. પરંતુ તેઓની કોઈ સુનાવણી ન થઇ. પરંતુ જયારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારની જગ્યા ભાજપ સરકારે લઇ લીધી, ત્યારે સીએમ ચૌહાણે જેન સંતોની ભાવનાઓને અનુરૂપ આ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : રાજકોટમાં કોરોના બની રહ્યો છે બેકાબુ, જયંતિ રવિએ કહ્યું, હજુ કેસ વધવાની સંભાવના
