17 મી સપ્ટેમ્બરે સુરતના અંકિત નાયકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે બીજીવાર પ્લાઝમાં ડોનેટ કરી બર્થ-ડે ગીફટ આપી સેવાકીય પ્રવૃત્તિનું ઉદાહરણ પુરૂ પાડયુ છે. અંકિતભાઇએ પોતાના જન્મદિવસે પ્રથમવાર પ્લાઝમાં ડોનેટ કર્યું હતું. આ માટે નવસારીના સાંસદ સાહેબ સી.આર. પાટીલ સાહેબે વિડીયો કોલ મારફતે અંકિતભાઈને અભિનંદન પાઠવ્યા હતા.
દેશમાં માર્ચ મહિનાથી કોરોનાની મહામારી ચાલી રહી છે. અંકિતભાઈએ વડાપ્રધાનના જન્મદિવસે પ્લાઝમાં દાન કરી નુતન સંદેશ આપ્યો છે. અંકિતભાઈ એક વર્ષ પહેલાની વડાપ્રધાનને બર્થ ડે પર મળ્યા હતા. હાલની પરિસ્થિતિ અલગ હોવાથી તેમણે ગીફ્ટ સ્વરૂપે પ્લાઝમા આપવા તેઓ પોતાની પત્ની સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
અંકિતભાઈ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરે છે. તેઓએ ભીડ ભંજન મહાદેવ મંદિર, ઉધના ગામ ખાતેથી લોકડાઉનની શરૂઆતથી લઈને અંત સુધી ભીડ ભંજન મહાદેવ મંદિરની ટીમ સાથે મળી દરેક જગ્યાએ 35,000 ફુડ પેકેટનું વિતરણ કર્યું હતું. તેમજ, ઉધના વિસ્તારની આશરે 20 જેટલી સોસાયટીઓ, ડી.જી.વી.સી.એલ,પોલીસ સ્ટેશન,બેંક જેવી સરકારી ઓફિસોમાં 3,500 જેટલા કુટુંબને હોમોયોપેથિક દવાનું વિતરણ કર્યું હતું.
