ભારતીય ટેકનોલોજી સંસ્થાનોની સંયુકત પ્રવેશ સમિતિએ કોરોનાને કારણે પરીક્ષા ન આપી શકયા હોય તેવા વિદ્યાર્થીઓને વધુ એક વાર પરીક્ષા આપવા મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. ગઇકાલે એક વર્ચ્યુઅલ બેઠકમાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિકલ્પોની ચર્ચા કરાઇ હતી.જેમાં કોરોનાથી પ્રભાવિત ઉમેદવારો સહિત અન્ય ઉમેદવારોના હિતોને ધ્યાને લઇ, જેઇઇ એડવાન્સ માટે નોંધણી કરાવેલી હોય પણ પરીક્ષા આપી ન હોયતે તમામ વિદ્યાર્થીઓને જેઇઇ-એડવાન્સ 2021 ની પરીક્ષા આપવા દેવાની મંજૂરી અપાઇ છે.
તમામને સમાન અવસર સુનિશ્ચિત થાય તે માટે સંયુકત પ્રવેશ સમિતીએ નિર્ણય કર્યો છે કે આ વિદ્યાર્થીઓએ જેઇઇ- મેઇન્સ 2021 આપવાની રહેશે નહી. 2020 એડવાન્સ પરીક્ષા માટે નોંધણી કરાવી હશે તેના આધારે તેઓ સીધી જેઇઇ- એડવાન્સ 2021 આપી શકશે.
આ પણ વાંચો : આવક પર અસર પડવાથી લોન લેનારાઓની સંખ્યા વધી
