હાલ કોરોના વર્ષના કારણે સમગ્ર દેશમાં હાહાકાર છે. ત્યારે રાજ્યમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 80 પાર પહોંચી ગઈ છે. હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. સરકાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા બધા જ યોગ્ય નિર્ણય લઇ રહી છે. ત્યારે આ બધા વચ્ચે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વની જાહેરાત
લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ રાજ્યની તમામ રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળના અંદાજે 4 લાખ જેટલા અબોલ જીવોને પૂરતો ઘાસચારો મળી રહે અને પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને પણ રાહત મળે માટે સમગ્ર એપ્રિલ મહિના માટે પશુ દીઠ દૈનિક 25 રૂપિયાની સહાય આપવમાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદમાં ફ્રીમાં માસ્ક વેંચતા યુવક પર છરી વડે કરાયો હુમલો
