આપણાં બેડરૂમની લાઇટ કે સ્ટ્રીટ લાઇટ દ્વારા ઇન્ટરનેટના ડેટા ટ્રાન્સફર થાય તો કેવું ? આવું શક્ય બનવા જઈ રહ્યું છે Li-Fi ના ઉપયોગથી
Li-Fi એટલે લાઇટ ફિડેલિટી. આ ટેક્નોલૉજી ‘હેરાલ હાસ’ નામના જર્મન ફિઝિસિસ્ટ દ્વારા સૌપ્રથમ 2011માં પ્રપોઝ કરવામાં આવી હતી.

Li-Fi ટેકનોલોજીનું મુખ્ય કાર્ય છે લાઇટ દ્વારા ડેટાને ટ્રાન્સફર કરવું. Li-Fi નો ઉપયોગ કરી આપણે રીસ્ટ્રીક્ટેડ એરિયામાં પણ વધુ સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ. Li-Fi માં ડેટા લાઇટની સ્પીડથી ટ્રાવેલ કરે છે. જે અત્યારની દરેક ટેકનૉલોજી કરતાં ઘણી ફાસ્ટ અને સિકયોર છે.

Li-Fi પણ Wi-Fi જેવી જ ડેટા કોમ્યુનિકેશન માટેની ભવિષ્યની ટેક્નોલૉજી છે. અત્યારે ડેટા કોમ્યુનિકેશન માટે Wi-Fiનો ઉપયોગ સૌથી વધુ છે. અને એ દિવસે ને દિવસે વધતો જ જાય છે. Li-Fi ટેક્નોલૉજી ડેટા ટ્રાન્સફરમાં ક્રાંતિ લાવશે.

બધી કોમ્યુનિકેશન સિસ્ટમની જેમ Li-Fi પણ મુખ્યત્વે બે ભાગમાં વહેચાયેલી છે. ‘ટ્રાન્સમીટર’ અને ‘રીસીવર’
Li-Fi ટેક્નોલોજીનો ઉપયોગ કરી આપણે 224 GBPS સુધીની ડેટા ટ્રાન્સફર સ્પીડ મેળવી શકીએ છે. Li-Fi ફાસ્ટ, સિકયોર અને સસ્તું છે.
Entrepreneur કૃણાલ નાયકની કલમે
