અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના અફેરે કેટલા દિવસો સુધી લોકોને કન્ફ્યુઝ રાખેલા. તેમના મેરેજ પણ સિક્રેટલી થયા હતા, કોઈને કંઈ જાણ પણ ન થઈ હતી. લગ્ન થયા તો હવે બન્ને ક્યારે પેરેન્ટ્સ બને તેની રાહ સૌને છે. થોડા સમય પહેલા અનુષ્કાના પ્રેગ્નેન્સીની અફવા ખુબ જ જોરોમાં થતી હતી. પરંતુ એવું કંઈ જ ન હતું. હાલમા અનુષ્કાએ ફિલ્મ ફેરને આપતા ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી.
ફિલ્મફેરને આપતા ઇન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ કહ્યું, એક એકટ્રેસ લગ્ન કરે છે અને બીજો જ સવાલ તેમને પૂછવામાં આવે છે તેમની પ્રેગ્નેન્સીથી જોડાયેલો. જ્યારે ડેટ કરતા હોય તો પૂછવામાં આવે લગ્ન ક્યારે કરશો, જે એકટ્રેસના પણ લગ્ન થાય છે બધાના વિષે કંઈ નું કંઈ બોલવામાં આવે છે.
આ પણ વાંચો : પ્રિયંકાની બર્થડે પાર્ટીની ચર્ચા હજી પણ બંધ નથી થઇ, હવે નિકની શાનદાર પાર્ટીની વાત સામે આવી
અનુષ્કાએ કહ્યું કે, તેઓ કંઈ પણ પેહરી શકે છે પછી ભલે તે ઢીલી ડ્રેસ કેમ ન હોય, કારણકે તે એક ટ્રેન્ડ છે પરંતુ લોકો એક જ વસ્તુ કહે છે કે તે પ્રેગ્નેન્ટ છે. અને તમે આ વિષે કઈ નથી કરી શકતા. બસ તમે ઇગ્નોર કરી શકો છો. આ બધી બકવાસ વાતો છે.

પોતાના એગ્રેસિવ અંદાઝમાં વાત કરતાં અનુષઅકાએ કહ્યું, બીજાને તેમની જિંદગી જીવવા દેવી જોઈએ. કેમ આવો માહોલ બનાવવામાં આવે છે કે જ્યાં કોઈ વ્યક્તિને જબરદસ્તી સફાઈ દેવી પડે છે. આ વાત મને સૌથી ખરાબ લાગે છે. શું મને કઈ પણ ક્લીયર કરવાની જરૂર છે?.
ગત્ત દિવસોમાં પ્રિયંકા ચોપડાના પ્રેગ્નેન્ટ હોવાની પણ અફવાઓ બહાર આવી હતી. અને એક જ્યોતિષે તો એવી ભવિષ્યવાણી પણ કરી છે કે આવતા બે વર્ષમાં તે માં બની શકે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.