ભારતના મિસાઈલ મેન તરીકે જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પોતાના નિધનના માત્ર મહિના પહેલા સતિષ રેડ્ડીને ફરીથી ઉપયોગમાં લાવી શકાય તેવી મિસાઈલ પ્રણાલી પર કામ કરવા કીધું હતું. ત્યારે રેડ્ડી DRDO ના પ્રમુખ અને રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર હતા.
રેડ્ડીએ કલામની સાથેની મુલાકાત યાદ કરતા કહ્યું કે, વૈજ્ઞાનિક સલાહકાર બન્યા પછી હું એમને એમના નિધનના માત્ર એક મહિના પહેલાં એમના ઘરે મળેલો. કલામે ફરીથી ઉપયોગમાં લાવી શકાય એવી મિસાઈલ બનાવવાનો વિચાર આપ્યો હતો. એક એવી મિસાઈલ જે પેલોડ લઇ જઈ શકે, ફરીથી પરત આવે અને એકવાર ફરીથી બીજો પેલોડ લઈ જાય. આવા પ્રકારની પ્રણાલી ઉપર કામ કરો.
27 જુલાઈ 2015ના રોજ કલામે પોતાના અંતિમ શ્વાસ લીધો હતો, ત્યાં સુધી તેમણે યુવાનોને પ્રેરણા આપવાનું કામ ચાલુ રાખ્યું હતું. આ અંગે વાત કરતાં રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના પ્રમુખે કહ્યું કે પહેલી વખત એ એક યુવાન વૈજ્ઞાનિક તરીકે 1986 માં કલામથી મળેલા.
વર્ષ 2012 માં ડીઆરડીઓ ના તત્કાલીન પ્રમુખ વી કે સારસ્વતેએક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારત ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવી મિસાઈલ પ્રણાલી વિકસિત કરવાની યોજના બનાવી રહ્યાં છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ ‘ફરીથી ઉપયોગમાં લાવી શકાય તેવા પ્રક્ષેપણ યાન પ્રૌધોગિક પ્રદર્શક’ (આરએલવી-ટીડી) નું સફળ પરીક્ષણ કર્યું.
