ફેશન ડિઝાઈનર અપૂર્વા શ્રીવાસ્તવએ નોન ઈનફ્લુએન્સર વર્લ્ડમાં પોતાની ઓળખ બનાવવા માટે પોતાની એક વેબસાઈટ લોન્ચ કરી છે. આ બ્લોગમાં ફેશન, સૌંદર્યથી લઇ આરોગ્ય અને માવજત વિશે વાંચવા માટે કેટલીક આશ્ચર્યજનક સામગ્રી મળશે. સાથે જ આ બ્લોગમાં તમને દંતકથાઓ વિષે પણ જાણવા મળશે.
અપૂર્વા શ્રીવાસ્તવએ 2011માં એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે અને બે ટોચની મલ્ટિનેશનલ કંપનીઓ સાથે પણ કામ કર્યું છે. તેઓ શરૂઆતથી જ ફેશનમાં રસ ધરાવતા હતા. તેઓએ કોલેજમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો હતો. તેઓએ શ્રીમતી ગ્રેવીટી ફેશન લીગ 2017 અને શ્રીમતી ગેલેક્સી ક્વીન 2018નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. તેઓ વિવિધ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના મોડેલ તરીકે પણ કામ કરે છે. તેમજ ફેશન શોમાં જ્યુરી પેનલમાં પણ બેસે છે તેઓ ઇન્સ્ટાગ્રામ દ્વારા બ્લોગર અને પ્રભાવક તરીકે કાર્યરત છે.
તેઓ મૂળ દિલ્હીના છે લગ્ન પછી સુરત સીફ્ટ થયા હતા. તેઓએ જણાવ્યું કે, ‘સુરત રહેવા માટે એક સુંદર જગ્યા છે પણ અહીં મારા માટે કારકિર્દીની તક બરાબર ન હોતી જે હું શોધી રહી હતી . જો કે ઘરે કંઇ કરવાને બદલે હું INIFD સુરતમાં જોડાઈ અને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. હું મારું નામ જાતે બનાવવા માંગતી હતી. મેં બે સૌન્દર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો અને બે ખિતાબો જીત્યા.
તેઓએ બ્લોગ અંગે જણાવતા કહ્યું કે, મારા વધુ કામની વિગત શેર કરવા માટે હું આ જગ્યામાં છું. હું આશા રાખું છું કે મારા બધા વાચકો મારા બ્લોગને અપાર પ્રેમ અને સમર્થન આપે. હું તમને ખાતરી આપું છું કે તમને વાંચવા માટે કેટલીક શ્રેષ્ઠ, સહાયક અને સંબંધિત સામગ્રી મળશે. એન્જિનિયર બન્યાથી લઈને ફેશન બ્લોગર સુધીની જ મારી યાત્રા હતી. મેં મારા મેકઅપની્ વલોગ્સ ટ્રાવેલ્ માટે મારી પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે.
