દુનિયાના લગભગ 4 હાજર વૈજ્ઞાનિકો અને એકેડેમિક્સએ કોરોના મહામારી અંગે એક મોટી અપીલ કરી છે. એન્ટી-લોકડાઉન પિટિશનમાં એક્સપર્ટ્સએ કહ્યું છે કે, જે લોકોને કોરોનાથી ખતરો ઓછો છે, તેઓનું જીવન ફરી સામાન્ય થવું જોઈએ, વૈજ્ઞાનિકોએ હર્ડ ઇમ્યુનીટી તરફ વધવાની સિફારીશ કરી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, કોરોના વાયરસથી જેને વધુ ખતરો છે, એમને બચાવતા બીજા લોકોનું જીવન સામાન્ય હોવું જોઈએ.
કેટલાક વૈજ્ઞાનિકોએ કરી આલોચના

metro.co.ukની રિપોર્ટ મુજબ, બ્રિટનની ઓક્સફોર્ડ, નૉર્ટિધમ, એડિનબર્ગ, કૈમ્બ્રિઝ, સેન્સેક્સ સહીત અન્ય યુનિવર્સીટીની એક્સપર્ટએ લોકો માટે સામાન્ય જીવન સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે કારણ કે સામાજિક પાબંધીઓની અસર લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે. જો કે, કેટલાક અન્ય એક્સપર્ટ્સએ પિટિશનની આલોચના કરતા કહ્યું છે કે આ કોરોના વાયરસના કેટલાક પહેલુંઓ નજર અંદાજ કરે છે. આલોચના કરવા વાળા એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાના કારણે લોકોનું જીવન અને સ્વાસ્થ્ય તબાહ થઇ શકે છે અને અત્યાર સુધીમાં હર્ડ ઇમ્યુનીટી પ્રભાવિત થવાની પર્યાપ્ત જાણકારી સામે આવી નથી.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર

પરંતુ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ માટે બનાવેલ હાલની નીતિઓનું કારણથી લોકોએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. બાળકોના વેક્સિનેશનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. અને કેન્સર સહીત અન્ય બીમારીઓથી પીડિત દર્દીઓને સમય પર ચિકિત્સક સુવિધા મળી નથી રહી
આવનારા સમયમાં મૃત્યદર વધી શકે

વૈજ્ઞાનિકો અને એકેડેમિક્સએ પિટિશનમાં કહ્યું કે, પ્રતિબંધો અને આ અસરના કારણે આવનારા સમયમાં મૃત્યદર વધી શકે છે, ત્યાં જ બાળકોને સ્કૂલોથી બહાર રાખવું અન્યાય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી આવા પ્રતિબંધો રહે છે તો એનાથી મોટું નુકશાન થશે, ખાસ કરીને પાછલા તબક્કાના લોકોને ઘણું નુકસાન થશે.
આ પણ વાંચો : સુરતના તમામ હોટેલ-ગેસ્ટહાઉસના સંચાલકોએ રાખવું પડશે મુસાફરોની એક એક હરકતોનું ધ્યાન
