દુનિયાની સૌથી પ્રખ્યાત સ્માર્ટફોન કંપની એપલની સૌથી મોટી ઇવેન્ટ કેલિફોર્નિયાના સ્ટીવ જોબ્સ નામના થિયેટરમાં યોજાઈ હતી. એપલ કંપનીએ આ ઇવેન્ટને એપલ સ્પેશ્યલ ઇવેન્ટ નામ આપ્યું છે. આ ઇવેન્ટમાં Iphone 11 છ નવા કલર સાથે જ Iphone 11 pro અને Iphone 11 Pro Max, એપલ આર્કેડ, એપલ ટીવી પ્લસ,નવી એપલ સીરીઝ 5 પણ લોન્ચ કરી છે.
શું છે Iphone 11 માં ખાસ?
Iphone 11 6.1.ઇંચ લિકવીડ રેટીના ડિસ્પ્લે સાથે ડ્યુઅલ કેમેરા એક વાઇડ કેમેરા 12 MP અને બીજો 12 MPનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. Iphone 11 બે કલાક સુધી પાણીમાં રહેશે તો કંઇ નહીં થાય એવું કહેવામાં આવ્યું છે. Iphone 11 ને પર્પલ, વ્હાઇટ, યેલો, ગ્રીન, એકવાટીક રેડ કલર સાથે લોન્ચ કરવામાં આવ્યું. રિયલટાઇમ પ્રોસેસિંગથી સજ્જ હોવાથી હાઇ ક્વોલીટીની તસવીરો મળશે. સાથે જ Iphone 11 માં વાઇડ અને અલ્ટ્રા વાઇડ 2X ઝુમ અને 4K રેકોર્ડીંગની સુવિધા પણ આપવામાં આવી છે.

એપલ આર્કેડ લોન્ચ
એપલે ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ લોન્ચ કરી છે. તેમાં અલગ અલગ હાઇ ક્વોલિટી ગેમની મજા માણી શકાય છે. કંપનીએ તેનું ભાડુ 4.99 ડોલર પ્રતિ મહિનો રાખ્યું છે.પહેલો મહિનો યુઝરને ફ્રી ટ્રાયલ આપવામાં આવશે. ટીમ કૂકે એપલ ટીવી પ્લસની જાહેરાત પણ કરી હતી. આ સર્વિસમાં ટીવી કન્ટેન્ટ યુઝર્સને મળશે.

એપલ ટીવી પ્લસ લોન્ચ
મુવી , કોમેડી, ડ્રામા, ક્વીઝ શો જેવા એમેઝોન અને નેટફ્લિક્સના પ્લેટફોર્મની જેમ એપલે એપલ ટીવી પ્લસ સર્વિસ લોન્ચ કરી છે. 1 નવેમ્બરથી 100 દેશમાં આ સેવા મળશે. તેનું માસિક ભાડુ 4.99 ડોલર છે. ટીમ કૂકે જણાવ્યું કે જો તમે અત્યારે આઇફોન કે આઇપેડ ખરીદશો તો એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે. એપલ પ્લસની એપ્લીકેશન તમારી સ્ક્રીન પર હશે જેમાંથી તમે આ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો.

નવી એપલ સીરીઝ 5 લોન્ચ
આ વોચનું ઓન રેટિના ડિસ્પ્લે ક્યારેય બંધ નથી થતું. લો પાવર ડિસ્પ્લે ડ્રાઇવર સાથે એમ્બિયનટ લાઇટ સેન્સર અને 18 કલાકની બેટરી લાઇફ મળશે. તેમજ બિલ્ટ ઇન કમ્પસથી તમારી દિશા પણ જોઇ શકશો આઇફોનની જેમ મેપ જોઇ શકાશે. ઇમરજન્સી સર્વિસમાં ઇન્ટરનેશનલ ઇમરજન્સી કોલિંગ સર્વિસ શરુ કરી છે જેનાથી 150 દેશમાં કોલ કરી શકાશે. આ એપલ પે જેવી સુવિધાથી સજ્જ છે. સીરીઝ 5 જીપીએસ- 399 ડોલરમાં મળશે. સેલ્યુલર મોડલ 499 ડોલરમાં મળશે. જેની ડિલીવરી 20 સપ્ટેમ્બર સુધીમાં કરવામાં આવશે.
ત્રણ કેમેરા સાથે Iphone 11 Pro અને Iphone 11 Pro Max લોન્ચ
સ્ક્રીન સાઇઝ Iphone 11 Pro- 5.8 ઇન્ચ અને Iphone 11 Pro Max- 6.5 ઇન્ચ છે. .આ બન્ને ફોનમાં ટ્રિપલ કેમેરા સિસ્ટમ છે. એમનો વાઇડ કેમેરા- 12 MP અને ટેલિફોટો કેમેરા- 12 MP તેમજ અલ્ટ્રાવાઇડ કેમેરા- 12 MP- 120 ડીગ્રી ફિલ્ડ વ્યૂ છે. એમનામાં A13 બાયોનિક ચિપ્સ ચાર કલાકથી વધારે બેટરી લાઈફ અને મજબૂત ગ્લાસ મળશે. બાકી ફીચર્સ Iphone 11 જેવા છે બન્ને ફોનની કિમત Pro- 999 ડોલર અને Pro Max- 1099 ડોલરમાં મળશે. 20 સપ્ટેમ્બરથી મળશે અને પ્રિઓર્ડર કરી શકાશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.