હાલમાં સમગ્ર દેશ ઉપરાંત વિશ્વમાં કોરોના મહામારીની કહેર ફેલાયેલો છે. જેના પરિણામરૂપ ઘણા લોકોએ પોતાની નોકરી અને ઘણા લોકોએ પોતાના વ્યાપાર ધંધામાં મોટી ખોટ કરી છે. પરંતુ, આ સંકટ પરિસ્થિતિમાં કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ તેમજ પ્રશાસન વિધાર્થીઓ પર ફી અંગે સતત દબાણ કરી રહ્યા છે.

વિધાર્થીઓની પરિસ્થિતિ સમજ્યા વિના યુનિવર્સીટી ફી માંગી રહ્યા હોવાથી ABVPએ કુલપતિને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. જેમાં, યુનિવર્સિટીમાં ચાલતા દરેક કોર્ષમાં તેમજ યુનિવર્સિટી સંકલિત દરેક કોલેજોમાં વિદ્યાર્થીઓ પાસે માત્ર ટયૂશન ફી લેવા માંગ કરી છે. તેમજ, યુનિવર્સિટીના સેલ્ફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં 25 %થી 30 ની માંગ કરી છે.
આ પણ વાંચો : મગજથી લઈને નખ પર થઇ રહી છે મહામારીની અસર
આ સિવાય એ.ટી.કે.ટી.ની પરીક્ષાના ફોર્મ માટે લેવાતી લેટ ફીના રૂ.2,000 નાબૂદ કરવામાં આવે. ABVPએ આ વિષયના ઉકેલ માટે યુનિવર્સિટીને 3 દિવસની મુદ્દત આપી છે. જો 3 દિવસમાં ઉકેલ નહિ આવે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે.
