આજથી નેશનલ હાઇવે પર પસાર ગાડીઓ પર Fastag લગાવવું ફરજીયાત છે. જે ગાડીઓએ Fastag ન લગાવ્યો હોય તો તેઓએ ટોલ નાકા પર ડબલ ટેક્સ ભરવો પડશે. જો કે, ફાસ્ટેગ વગરનાં વાહનોની અનુકુળતા માટે ઓછામાં ઓછા ચોથા ભાગનાં લેનને એક મહિના સુધી હાઈબ્રિડ લેનમાં બદલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સરકારે ફાસ્ટેગને લઈ લોકોને સૌથી મોટી રાહત આપી છે. હવે એક મહિના સુધી ફાસ્ટેગ ઉપર કોઈ દંડ વસૂલવામાં નહીં આવે.

જો કોઈ ટોલ પ્લાઝામાં આઠ લેન છે તો ત્યાં બે લેનમાં ઈલેક્ટ્રોનિક ટોલ ક્લેક્શન ઉપરાંત કેશ ચૂકવણી પણ સ્વીકાર્ય હશે. આ પ્રકારે જ્યાં 12 લેન છે ત્યાં 3 લેન કેશ માટે ખુલ્લા રહેશે. આ લેનમાં કોઈપણ દંડ વગર કેશમાં પણ ટોલ પર ચૂકવણી સ્વીકાર કરવામાં આવશે.
Fastag લગાવેલ ગાડીઓનો ટેક્સ ડાઇરેક્ટ ડિજિટલ રીતે કાપી લેવામાં આવશે, જેથી તમારે ટોલ નાકા પર લાંબી લાઈનમાં ઉભવું ન પડે અને તમારે વધારે ટેક્સના પૈસા પણ ન ચૂકવવા પડશે. Fastag ટેક્નિક રેડીઓ ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન પર કામ કરે છે આ સેન્સર તમારી ગાડી પર લગાવેલ Fastag સ્કેન કરી ચાર્જ ઓટોમેટિક કાપી લેશે. આ Fastag ની મર્યાદા પાંચ વર્ષની છે. પરંતુ તેને સમયસર રિચાર્જ કરાવવાનું રહેશે.

આ Fastag તમે નેશનલ હાઈવેના પોઇન્ટ ઓફ સેલથી પણ ખરીદી શકો છો તેમજ જો નવી ગાડી ખરીદો છો તો તમે ત્યાંથી પણ Fastag ખરીદી શકો છો. આ ફાસ્ટેગ તમે પેટીએમ પર થી પણ ખરીદી શકો છો. તેમજ તમે , Axis બૅન્ક IDFC બૅન્ક, HDFC બૅન્ક SBI બૅન્ક, અને ICICI બેંકોની શાખા માંથી પણ ખરીદી શકો છો. આ Fastag તમારા વાહનની વિન્ડ સ્ક્રીન પર લગાવવાનું રહેશે. એને તમારે તમારા ઓનલાઇન વોલેટથી લિન્ક કરવાનું રહેશે. આ વોલેટ તમે ઓનલાઇન રિચાર્જ કરી શકો છો. તમારા વોલેટમાંથી પૈસા કપાતા તમારા પર એક મેસેજ આવી જશે.
Fastag લગાવવાથી તમારે લાંબી લાઈનમાં ન ઉભવું પડે જેથી તમારો સમય પણ બચે અને તમારે કેશ રાખવાની પણ જરૂરત પડશે નહિ. સ્થાનિકો માટે આ નિયમ લાગુ થશે નહિ. બીજા જિલ્લાઓથી આવેલી ગાડીઓએ ટોલનાકા પર ટેક્સ ચૂકવવો પડશે. આ નિયમ આજે રાત્રે 12 વાગ્યાથી શરૂ થઇ ગયો છે.
