યમનના હૌતી લડાકુઓએ સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકોના બે પ્લાંટ ઉપર ડ્રોન હુમલો કર્યો. આ હુમલાને કારણે 100 વર્ષમાં પ્રથમ વખત ફૂડમાર્કેટની સામે સપ્લાયનું સંકટ ઊભું થયું છે. ત્યારે સાઉદી સરકારનું કહેવું છે કે તે આ સ્થિતિને પહોંચી વળશે પણ એવું ન થાય તો મુશ્કેલી સર્જાશે. તે કારણે ક્રૂડના ભાવ બેરલ દીઠ 100 ડોલર થવાની સંભાવના છે. તેમજ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થઈ શકે છે.
અરામકોની સ્થાપના 1933માં થઈ હતી. વર્ષ 1970માં રાષ્ટ્રીયકરણ કર્યું હતું. જેમાં 65 હજાર લોકો કામ કરે છે. ગત વર્ષે કંપનીની કમાણી 8 લાખ કરોડ રૂપિયા હતી. બકીકની તેલ રિફાઈનરીમાં રોજ 70 લાખ બેરલ અને ખુરૈસમાં 15 લાખ કાચા તેલનું ઉત્પાદન થાય છે.
હુમલો થયા બાદ બંને મોટી રિફાઇનરીમાં ઓઇલનું ઉત્પાદન અસ્થાયી રૂપથી બંધ કરવામાં આવ્યું છે. સાઉદીના ઉર્જા મંત્રીએ જણાવ્યું કે આ કારણે દેશનું કુલ ઓઈલનું ઉત્પાદન અડધું થઈ ગયું છે. હુમલાના કારણે પ્રત્યેક દિવસે 57 લાખ બેરલ ક્રુડ ઓઈલના ઉત્પાદનને અસર થઈ રહી છે. અરામકોના સીઈઓ અમીન નસીરે કહ્યું કે કંપની ઝડપથી ઓઈલ સપ્લાઈ શરૂ કરવાની કોશિશ કરી રહી છે. અગામી બે દિવસમાં આ અંગે એક અપડેટ બહાર પાડવામાં આવશે. તેમજ નસીરે કહ્યું કે રિફાઈનરીઓમાં કામ કરનાર કર્મચારીઓ સુરક્ષિત છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીયોએ અરામકો પરના હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યુ છે. તેમણે કહ્યું કે ઈરાને વિશ્વભરની ઉર્જાની જરૂરીયાતો પર હુમલો કર્યો છે.
અરામકોના બે પ્લાન્ટ પર 10 ડ્રોનથી હુમલા થયા બાદ સાઉદીમાં ક્રૂડના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલે દરરોજ 50 લાખ બેરલ ક્રૂડનું ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે. જે સમગ્ર વિશ્વના ક્રૂડ ઉત્પાદનના 5 ટકા છે. ક્રૂડનો ભાવ છેલ્લે 2014માં 100 ડૉલરે પહોંચ્યો હતો. સાઉદી અરબ ભારતને ક્રૂડ અને રાંધણ ગેસની સપ્લાય કરનાર બીજો સૌથી મોટો દેશ છે.
પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે જો ક્રૂડનો ભાવ એક ડોલર પણ વધે તો તેનાથી ભારત પર વાર્ષિક 10700 કરોડનો બોજ પડી શકે છે. ભારતે 2018-19માં 11190 હજાર કરોડ ડોલર (8 લાખ કરોડ)નું ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.