29 અને 30 એપ્રિલે બોલીવુડના બે દિગ્ગજ કલાકારો ઈરફાન ખાન અને ઋષિ કપૂરનું નિધન થઇ ગયું. આ વચ્ચે જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહ અને બપ્પી લહેરીની તબિયત ખરાબ હોવાની વાત સામે આવા લાગી હતી. સોશિયલ મીડિયા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની ખબર વાયરલ થવા લાગી. જો કે આ વાત તદ્દન ખોટી છે.
નસીરુદ્દીન શાહના દીકરાએ આ વાતની સ્પષ્ટતા કરી.
વિવાન શાહે ટ્વીટ કરીને લખ્યું, કે ‘બધું બરાબર છે. બાબા ઠીક છે. તેમના સ્વાસ્થ્યને લઈને ફરતી અફવાઓ ખોટી છે. તે એકદમ સ્વસ્થ છે. ઈરફાન ભાઈ અને ચિન્ટુ જી માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. તેમને ઘણા યાદ કરી રહ્યા છીએ. તેમના પરિવારની સહાનુભૂતિ. આ આપણા બધા માટે મોટું નુકસાન છે.’
બપ્પી લહેરીએ ટ્વીટ કરી રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
બપ્પી લહેરીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે તેને હોસ્પિટલ ખસેડાયા છે આવી અફવા સામે આવી હતી. પરંતુ આ પણ તદ્દન ખોટી ખબર હતી. તેઓ એકદમ સ્વસ્થ છે. તેમણે ગુરુવારે રાત્રે એક ટ્વીટ કરીને રિશી કપૂરના મૃત્યુ પર દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, ‘હું આઘાતમાં છું અને મારી પાસે કોઈ શબ્દ નથી. મારો ભાઈ, એક સાચો મ્યુઝિકલ હીરો ખોઈ દીધો. તારી યાદ આવશે. તેમના પરિવારને સહાનુભૂતિ.’
આ પણ વાંચો : વિડીયો કોલિંગ એપ Zoomથી કંટાળી ગયા હોય તો વાપરો Made in India
