સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલની પરિસ્થિતિ જોતા દરેક સમાજ, સંસ્થા સરકાર સાથે ઉભી રહી કામ કરી રહી છે. આવા સમયે સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા હળવી અસર વાળા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ફ્રી કમ્યુનિટી આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.
નિઃશુલ્ક સુવિધા આપવામાં આવશે

સુરતના પાટીદાર સમાજ, વાટલિયા સમાજ, રાણા સમાજ દ્વારા પોતાના સમાજ બંધુઓ માટે આ કમ્યુનિટી વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. સાથે જ સમાજના લોકો દ્વારા આ વોર્ડનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી છે. આ આઇસોલેશનમાં દરેક દર્દીઓને નિઃશુલ્ક દવા, ભોજન, નાસ્તો, પાણી, ડોક્ટરની સુવિધાઓ સાથે એમ્બ્યુલન્સની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે.

આઇસોલેશન સેન્ટરના નામ અને સરનામાં
- કતારગામ, પાટીદાર સમાજની વાડી, જયેશભાઇ પટેલ : 9428060422
- મારુતિ વીર જવાન ટ્રસ્ટ(કમ્યુનિટી હોલ સરથાણા), કરુણેશભાઈ રાણપરીયા : 9723276327, 9898558006
- વાટલિયા પ્રજાપતિ સમાજ(SMC કમ્યુનિટી હોલ, વસ્તાદેવડી રોડ, કતારગામ), નંદલાલભાઈ પ્રજાપતિ : 9925010083
- રાણા સમાજ (SMC કમ્યુનિટી હોલ, રૂસ્તમપુરા, સુરત), બિપીનભાઈ છાપડીયા : 7574836053, 9327382981, નરેશભાઈ રાણા : 8320488793
ઉપરના નંબર પર સંપર્ક કરી જે તે સમાજના કોરોનાના હળવી અસર વાળા પોઝિટિવ દર્દીઓ આ સેવાનો નિઃશુલ્ક લાભ લઇ શકે છે.
આ પણ વાંચો : કોરોનાના પર કાબુ મેળવવામાં નિષ્ફળ, તો હવે આ રીતે કંટ્રોલ કરશે મોતના આંકડા
