કોરોના સામે કોઈ અસરકારક દવાનો શોધ થઇ નથી જેના કારણે દરેક દેશોમાં કોરોનાના કેસમાં સદંતર વધારો નોંધાઈ રહ્યો છે. વિશ્વમાં કોરોના કાળની શરૂઆત થયા બાદ દરેક દેશોમાં મોંઘવારી વધી રહી છે. આ મોંઘવારીમાં સોનાની કિંમતમાં પણ વધારો થતો જાય છે હાલમાં, સોનુ 55% મોંઘુ થઈ ચૂક્યું છે. ભારત ચીનમાં કોરોનાના કારણે સોનાની ખરીદીમાં ભારે ઘટાડો થયો છે પરંતુ, તેની સામે વિશ્વમાં આશરે 1900 ટન સોનાનું વેચાણ થયું છે. આટલું વેચાણ થતું હોવા છતાં પણ હાલમાં, સોનાની કિંમત પ્રતિ ગ્રામ રૂ. 50 હજાર નજીક પહોંચી ગઈ છે.

હાલમાં, નિષ્ણાતોએ કહ્યું છે કે, સોનાની કિંમત હજુ વધશે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) ના ડિરેક્ટરે જણાવ્યું છે કે, સોનાની આ કિંમત વધુ છે પરંતુ સોનુ ખરીદવા આ સારો સમય છે. સોનાની કિંમત દિવાળી સુધી રૂ. 82 હજાર સુધી જઈ શકે છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, સોનાનો ભાવ રૂ. 82 હજારથી વધશે તો તેના ભાવમાં ઝડપથી વધારો નોંધાશે. IBJA અનુસાર, મંદીના માહોલમાં સોનાની કિંમતમાં વધારો નોંધાય છે. ભારતીય લોકો પાસે લગભગ 25 હજાર ટન સોનુ છે, જેમાંથી 70% સોનુ ગ્રામીણ વિસ્તારના લોકો પાસે છે.
આ પણ વાંચો : કુવૈત સરકાર કરવા જઈ રહી છે મોટો નિર્ણય, 8 લાખ ભારતીયોએ આવુ પડી શકે છે પરત

સોનાની કિંમતમાં વધારા માટે આ ચાર કારણ જવાબદાર છે. જેનું પ્રથમ કારણ છે કે, અગાઉ સરકાર સોનુ વેચતી હતી પરંતુ હવે તે ખરીદી રહી છે. 16 દેશની સેન્ટ્રલ બેંકોએ બે વર્ષ અગાઉ સોનાની ખરીદી શરૂ કરી હતી. તે ઉપરાંત જેમણે સોનુ ગીરવે મૂક્યું હતું તે પાછું લઇ રહ્યા છે. સોનાની કિંમતમાં વધારા માટે બીજું કારણ છે રોકાણ માટેની પસંદ. હાલના મંદીમાં માહોલમાં રોકાણકારોએ સોનાની ખરીદીમાં રસ લઇ રહ્યા છે. સોનાની કિંમતમાં વધારા માટે ત્રીજું કારણ ડોલરના મૂલ્ય પર છે. જો ડૉલરની કિંમતમાં ઘટશે તો સોનાની કિંમત વધશે. હાલમાં, અમેરિકામાં વ્યાજ દર ઝીરો થઈ ગયો છે જેથી સોનામાં તેજી નોંધાઈ રહી છે. ચોથું કારણ હાલમાં કોરોના મહામારીના કારણે વિશ્વમાં સોનાના ઉત્પાદનમાં રોક લાગી ગયો છે. તે ઉપરાંત સોનાની તસ્કરી પણ બંધ છે, જેથી સોનાના વ્યાપારમાં તેજી છે અને હજુ રહેશે.
