કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગ્રેટર નોઈડા જવાના હત. પરંતુ તેમનો આ પ્રવાસ રદ કરી દેવામા આવ્યો. શાહને ITBP ના 58મા સ્થાપના દિવસ પર ITBP કેમ્પમાં આયોજિત સમારોહમાં શામિલ થવાનું હતું. જણાવામાં આવે છે કે ગૃહમંત્રી અમિત શાહ એક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે ગ્રેટર નોઈડાનો પ્રવાસ થયો હતો.
જોકે હરિયાણામાં હાલ સુધી આવેલ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં બીજેપી પોતાના દમ પર સરકાર બનાવતી નથી દેખાતી. એક રિપોર્ટ અનુસાર બીજેપીના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને દિલ્લી બોલાવવામાં આવ્યા છે. તેઓ અમિત શાહ સાથે મુલાકાત કરશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 90 સીટ પર વોટિંગ થઇ હતી. બઘીજ સીટો પર વલણ આવી ગયું છે. હરિયાણામાં સરકાર બનાવવા માટે કોઈ પણ એક પાર્ટીને ઓછામાં ઓછી 46 સીટ જોઈએ. હાલ આવેલા વલણમાં બીજેપી કોંગ્રેસથી આગળ ચાલી રહી છે, પરંતુ કોંગ્રેસ, બીજેપીને કડી ટક્કર આપતી દેખાઈ રહી છે.
બધાજ એક્ઝીટ પોલમાં સામે આવી રહ્યું હતું કે હરિયાણામાં બીજેપી બહુમતની સાથે સત્તામાં ફરી આવશે. પરંતુ ઇન્ડિયા ટુડે-એક્સિસ માઇ ઇન્ડિયાના એક્ઝીટ પોલ બીજા બધા એક્ઝીટ પોલ કરતા અલગ હતું. ઇન્ડિયા ટુડે-એક્સિસ માઇના એક્ઝીટ પોલમાં બીજેપી-કોંગ્રેસની વચ્ચે કઠિન સ્પર્ધા દર્શાવવામાં આવી. અને હવે જયારે સીટો પર વલણ આવવાનું શરુ થઇ ગયું છે, તો કોંગ્રેસ બીજેપીને કડી ટક્કર આપતી જોવા મળી રહી છે.
જોકે છેલ્લા પરિણામ કોના પક્ષમાં હશે એ તો સમય જ બતાવશે પરંતુ બીજેપી અને કોંગ્રેસ બંનેની સરકાર બનવાની સંભાવના છે. જેજેપી અને નિર્દલીય સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.