સુરતમાં સતત કોરોના(corona)નો કહેર વધી રહ્યો છે. મહાનગર પાલિકા(Municipal corporation) દ્વારા આપેલ માહિતી મુજબ, ગઈકાલે સુરત(Surat)માં એક દિવસમાં સાંજે 8:30 વાગ્યા સુધીમાં 201 કેસ નોંધાયા હતા. તેની સાથે જ શહેર અને જિલ્લામાં કુલ કોરોનાના 5030 કેસ થયા છે. જેમાંથી 1438 એક્ટિવ કેસ(Active case) છે. અને 163 લોકોના મોત થયા છે. આમાં સૌથી ચિંતાજનક વિષય છે હીરા ઉદ્યોગ(Diamond Industry) જ્યાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઇ તંત્ર દ્વારા સોમવારથી સાત દિવસ માટે બંધ કરાવી દીધા છે.
રત્નકલાકારોએ પોતાના વતન પરત જઈ રહ્યા
તંત્ર દ્વારા હીરાઉદ્યોગ 7 દિવસ બંધ કરાવાયું છે. ત્યારે સતત વધતા કેસ વચ્ચે 7 દિવસ પછી પણ નહિ ખુલે એની દહેશત સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રત્નકલાકાર ગતરોજ રાતની ખાનગી બસ સાથે એસટી અને ખાસ કરીને પોતાના વાહનો સાથે વતનની વાટ પકડી હતી. કોરોના વાયરસ કારણે ચાલેલા લાંબા લૉકડાઉન બાદ વતન જતા રહેલા રાતકલાકારો ઉદ્યોગો શરુ થતા ફરી આવ્યા હતા. વેપાર ઉદ્યોગો ફરી બંધ થતા પોતાના વતન જઈ રહ્યા છે.
આ કારીગરોની આવક બંધ હોવાને લઈને પોતાના માથે દેવું થઇ જાય તેવું વિચારીને પોતાના પરિવાર સાથે પોતાની સુરક્ષા માટે ગતરોજથી રત્નકલાકાર ખાનગી બસ અને એસટી સાથે પોતાના ખાનગી વાહનો સાથે વતન તરફ ફરીથી એકવાર પલાયન કરી રહ્યાં છે
આ પણ વાંચો : એક તરફ કોરોનાના વધતાં કેસ બીજી તરફ સુરત હીરા ઉદ્યોગકારોની નારાજગી, પાલિકા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી
