બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં ખુલ્લેઆમ ચોરી થયાના પુરાવાઓ કોંગ્રેસે રજુ કર્યા હતા. જેને લઇ રાજ્યભરમાં વિદ્યાર્થીઓ હોબાળો કરી રહ્યા છે અને પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યાં છે. વિદ્યાર્થી દ્વારા પુરાવાઓ રજુ કરવામાં આવતા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મામલો ગરમાયો હતો.
આ મામલે ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી આ કોન્ફરન્સમાં સમગ્ર ઘટનાથી અંજાન હોય તેમ અસિત વોરાએ બિનસચિવાલય પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા 34000 ગણાવી હતી. જો કે પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા માત્ર 3134 હતી. રજુ કરવામાં આવેલા પુરાવાઓ છતાં તંત્ર પુરાવાઓ માંગી રહ્યું હતું.
આસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જે સેન્ટર પર ચોરી થયાની ફરિયાદો આવી છે તેના માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવશે. તેમ જ આ મામલે જે વ્યક્તિ દંડને પાત્ર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી, CCTV આવ્યા સામે
