હાલતો ડુંગળીના વધુ પડતા ભાવના કારણે સૌ કોઈ પરેશાન છે ક્યારેય 30-40માં મળતી ડુંગળી હવે 100 રૂપિયાના પાર પહોંચી ગઈ છે. એવામાં સામાન્ય વ્યક્તિ શું ખાય અને શું બચાવે ? હવે તો પરિસ્થિતિ એવી છે કે લગ્નમાં પણ ડુંગળી ભેટ ના રૂપમાં આપવામાં આવી રહી છે

હાલ માં જ તામિલનાડુના કડલુરમાં જોવા મળ્યો એવો જ એક કિસ્સો જેમાં લગ્નમાં મિત્રોએ ડુંગળીનો બુકે બનાવી એમને ભેટમાં આપ્યો. ત્યાં જ નવા વિવાહિત જોડાએ પણ મિત્રોની આ ભેટ ખુશીથી સ્વીકારી. ડુંગળીના ભાવને જોઈ આ લગ્નમાં બંધાયેલા જોડાનું ખુશ થવું પણ વાજબી છે

રિપોર્ટ મુજબ, તામિલનાડુ માં ડુંગળીની કિંમત 20 રૂપિયાથી વધીને 140 થઇ ગઈ છે વેપારીઓએ એનું કારણ કમોશમી વરસાદ જણાવ્યું ત્યાં જ રાજ્યના મુખ્યમનત્રી ઈ પાલનીસ્વામીનું કહેવું છે કે બે સપ્તાહ ની અંદર ડુંગળીના ભાવ ઓછા થવાની સંભાવના છે. એની સાથે જ એ પણ કહ્યું કે રાજ્ય સરકાર આઉટલેટ પર ડુંગળી 40 રૂપિયા કિલો વેચાઈ રહી છે.
હવે ડુંગળીના ભાવ ઓછા થશે કે નહિ એતો ખબર નહિ, પરંતુ હા જ્યાં સુધીમાં ઓછા નહિ થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ માટે આનાથી સરસ ભેટ કોઈ ન હોઈ શકે.
