લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે મહિલા સહિત 11 લોકોના ટોળાએ એક મહિલા પર ડાકણ હોવાના વહેમ રાખી હુમલો કર્યો હતો. લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી છે.મહિલા અત્યાચારનો વધુ એક કિસ્સો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા મા સામે આવ્યો છે.
જેમાં પ્રતાપપુરા ગામે રેલ ફળિયામાં રહેતાં કનુ ડાહ્યાભાઈ વણકર, શાંતીલાલ પુંજાભાઈ વણકર, નટુ પુંજાભાઈ વણકર, ડાહ્યા નાનાભાઈ વણકર, પુંજા નાનાભાઈ વણકર, સુરેશ લખાભાઈ વણકર, સવિતા રમેશભાઈ વણકર, ધની મનુભાઈ વણકર, રતની પુંજાભાઈ વણકર, લીલા ઉર્ફે ગલીબેન વણકર અને અમરી ડાહ્યાભાઈ વણકરે એકસંપ થઈ પોતાની સાથે લાકડીઓ લઈ પોતાના ગામમાં રહેતાં એક મહિલાના ઘરે આવ્યાં હતાં.
આ લોકો બેફામ ગાળો બોલી કહેવા લાગ્યા કે, તું ડાકણ છે, તેમ કહી મહિલા ના વાળ પકડી ઘસેડી લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુ નો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે મહિલાના પુત્રએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.