14 ફેબ્રુઆરી 2019 કાશ્મીરના પુલવામાં CRPF જવાનોના એક કાફલા પર હુમલામાં 40 જવાનો શાહિદ થયા હતા. જેને 1 વર્ષ થયું છે. ત્યારે એમના પરિવારોના જીવનમાં શું બદલાઈ ગયું.

આગરાના રહેવાસી કૌશલ કુમાર રાવત જેઓ 1990માં CRPFમાં શામેલ થયા હતા. એમનું દાર્જિલિંગથી જમ્મુમાં મુકાયા હતા. ઘરમાં એકલા કમાતા હતા. રાવતના પરિવારમાં એમના બે દીકરા અને એક દીકરી, પત્ની અને માં છે.
તેમની માં એ કહ્યું કે જે પ્રકારનો હદસો મારી સાથે થયો, એવો કોઈ સાથે ન થાય. જે રીતે અમે જીવી રહ્યા છે એ અમે જ સમજી રહ્યા છે, કોઈ રીતે પેસનસથી ચાલી રહી છે. કોઈ સરકારે અમને મદદ નથી કરી.
પટનાના સંજય કુમાર સિન્હા 8 ફેબ્રુઆરી 2019ના રોજ ઘર થી 15 દિવસ માં પાછા આવવાનું વચન આપીને ગયા હતા સંજયના પિતા મહેન્દ્ર પ્રતાપ સિંહ કહે છે કે કોઈ કમાઈને ખવડાવવા વાળું નથી. કોઈ રસ્તો નથી સરકારે આપવું જોઈએ.
ઉન્નાવના અજીત કુમાર આઝાદ 10 ફેબ્રુઆરી, 2019ના રોજ ઘરેથી નીકળ્યા હતા. આઝાદ 5 ભાઈઓમાં સૌથી મોટો હતા. આઝાદની મોત પછી આઝાદની પત્નીને નોકરી આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, ઘણી તકલીફ છે. માથા પરથી છત જતી રહી છે. અમે અને બાળકો અનાથ અને બેસહારા છે. ઘણી મુશ્કેલી છે, સરકારે જે વચન કર્યા તે પણ પુરા નહિ કરો.

બાળકોટમાં એયર સ્ટ્રાઇક કરી ભારતે પુલવામાં હુમલાનો જવાબ તો આપ્યો પરંતુ 40 CRPF જવાનોના પરિવારો આજે પણ એમની કમી યાદ કરે છે.
