ઉત્તર પ્રદેશના ઔરૈયામાં ટ્રક દુર્ઘટનામાં રાજેસ્થાનથી આવી રહેલા 24 મજૂરોની મોત થઇ. ઘણા મજૂરો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. રાત્રે 3 થી 3:30 વચ્ચે રસ્તા પર મજૂરોથી ભરેલી ડીસીએમ ટ્રકને એક ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી. આ મજૂરો દિલ્હીથી ગોરખપુર જઈ રહ્યા હતા. એક ઘાયલ મજુરે જણાવ્યું કે ટ્રકમાં 40-50 મજુર હતા.
મોત બનીને આવી ચા

કાનપુરના આઇજી મોહિત અગ્રવાલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ઘટના ત્યારે બની જયારે દિલ્હીથી આવી રહેલ ડીસીએમ પર બેસેલા મજૂરો સવારની પહેલી ચા પીવા માટે ઔરૈયા-કાનપુર દેહાત રોડના કિનારે રોકાયા હતા. આ દરમિયાન કેટલાક મજૂરો ડીસીએમમાં જ સુતા હતા. ત્યારે રાજેસ્થાનથી ઝડપમાં આવી રહેલી એક ટ્રકે તેને જોરમાં ટક્કર મારી દીધી.

આ ટક્કર એટલી ઝડપી હતી કે બંને ગાડી પલ્ટી મારી ગઈ અને રસ્તાના કિનારે ખાડામાં પડી ગઈ. રિપોર્ટ મુજબ કેટલાક મજૂરોની મોત ટ્રક નીચે દાબવાથી થઇ. આ ટ્રકમાં ચૂનાનું પેકેટ હતું. ઘટનામાં મારવા વાળા મજુર બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના હતા.
સીએમએ આપ્યા તપાસના આદેશ

અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો. તેમણે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મજૂરોના પરિવારોના પ્રત્યે ઉંડું દુ:ખ વ્યકત કર્યું છે. આ વાતની માહિતી અપર મુખ્ય ગૃહ સચિવ અવનીશ કુમાર અવસ્થીએ આપી. મુખ્યમંત્રી યોગીએ પીડિતોને દરેક શકય રાહત આપવાની સાથો સાથ ઘાયલ લોકોની યોગ્ય સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ મુખ્યમંત્રી યોગીએ તપાસના આદેશ આપ્યા છે. કાનપુરના મંડળયુક્ત અને આઇજી ઘટનાની તપાસ કરી મુખ્યમંત્રી કાર્યાલયને રિપોર્ટ મોકલાવશે.
આ પણ વાંચો : લોકડાઉન-4માં ઉદ્યોગો શરુ કરવાને લઇ સીએમની ઉદ્યોગકારો સાથે મિટિંગ, પૂછ્યા મત
