ઓસ્ટ્રેલિયાના જંગલોમાં સપ્ટેમ્બર મહિનાથી લાગેલી આગએ લગભગ 50 કરોડ પશુ-પક્ષીની જાન લઇ લીધી છે.
કેટલાક તો ઉભા ઉભા જ મરી ગયા અને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.
કોઆલા (જાનવરોની એક પ્રજાતિ) પર આગની સૌથી ખરાબ અસર જોવા મળી છે. ન્યુ સાઉથ વેલ્સના મધ્ય-ઉત્તરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોઆલા રહે છે

આ આગને કારણે કોઆલાની વસ્તીમાં ભારે ઘટાડો થયો છે.યુનિવર્સિટી ઓફ સિડનીના ઈકોલોજિસ્ટનું અનુમાન છે કે, અત્યાર સુધીમાં 48 કરોડ જાનવરોના મોત થયા છે.

જાનવરોને બચાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકાર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહી છે. જંગલમાં વિકરાળ આગને પગલે રાષ્ટ્રીય પક્ષી કાંગારુએ જીવ બચાવવા માટે શહેરો તરફ દોડ મૂકી છે.

કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહેલી આગમાં અત્યાર સુધીમાં 200થી વધુ ઘર પણ બળીને ખાખ થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયામાં આ સિઝનમાં આગથી સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે.
આગની અસર હવે સિડનીમાં પણ જોવા મળી રહી છે હજારોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. આ આગની અસર ન્યૂઝીલેન્ડમાં પણ જોવા મળી રહી છે
લોકો ઈમરજન્સી સેવા પર સતત ફોન કરીને સુવિધા માંગ કરતા આકાશમાં નારંગી રંગના ધૂમાડો દેખાતો હોવાની સૂચના આપી રહ્યા છે.
આકાશમાં ઝાકળ દેખાતા પોલીસે લોકોને 111 (ઈમરજન્સી નંબર) પર નારંગી રંગના ધૂમાડાની સૂચના આપવા માટે વારંવાર કોલ નહીં કરવા અપીલ કરી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.