3જા નેશનલ વોટર એવોર્ડમાં જળ સંરક્ષણમાં અસામાન્ય કામગીરી બદલ સન્માન
અમદાવાદ, 29 માર્ચ 2022: અદાણી ફાઉન્ડેશનને 29 માર્ચ 2022ના રોજ પ્લેનરી હોલ, વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે શ્રેષ્ઠ CSR પ્રવૃત્તિઓ માટે એવોર્ડ એનાયત કરાયો છે. જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજીત ત્રીજા નેશનલ વોટર એવાર્ડમાં ફાઉન્ડેશનને આ સન્માન પ્રાપ્ત થયું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જળશક્તિ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને જળશક્તિ અને આદિજાતિ બાબતોના રાજ્યકક્ષાના મંત્રી બિશ્વેસર ટુડુની ઉપસ્થિતિમાં આ એવોર્ડ સમારંભ યોજાયો હતો.
અદાણી ફાઉન્ડેશને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં સઘન કામગીરીને બિરદાવવામાં આવી છે. સંસ્થાએ કચ્છના મુન્દ્રાના 62 ગામોમાં પ્રોજેક્ટ ‘સ્વજલ’ હેઠળ રૂફટોપ રેઈન વોટર હાર્વેસ્ટિંગ (RRWH) સ્ટ્રક્ચરના 115 યુનિટ સ્થાપિત કર્યા છે, 31 કૂવા અને 189 બોરવેલ રિચાર્જ કર્યા છે, 56 તળાવો ઉંડા કર્યા છે, 21 ચેકડેમ અને બંધ બાંધ્યા છે તેમજ 1505 જેટલી ટપક સિંચાઈની સિસ્ટમો સ્થાપિત કરી છે.

ચેરપર્સન ડૉ. પ્રીતિ જી અદાણીના નેતૃત્વ હેઠળ અદાણી ફાઉન્ડેશને 218,500 પુરૂષો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને અસર કરતા પાણીના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે વ્યાપક કાર્ય કર્યું છે. ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સખત કાર્યના પરિણામે ભૂગર્ભજળના TDSમાં 19.6% ઘટાડો થયો છે, છેલ્લા પાંચ વર્ષમાં ભૂગર્ભજળના સ્તરમાં 4.2 ફૂટનો વધારો થયો છે, બોરવેલ રિચાર્જિંગ સુવિધાઓ અને સંગ્રહ દ્વારા પાણીનું સ્તર 15-20 ફૂટ વધ્યું છે. ચેકડેમ અને તળાવોની ક્ષમતા 106.44 MCFT વધી છે, જેનાથી 2,857 હેક્ટર વિસ્તારને ફાયદો થશે.
ફાઉન્ડેશનની સઘન કામગીરીના પરિણામે પરિવારોને 10,000 રૂપિયા સુધીની બચત થઈ છે. શ્રમ પાછળ ખર્ચવામાં આવતા નાણાંમાં 80% ઘટાડો, શુદ્ધ સિંચાઈવાળા વિસ્તારમાં 20% વધારો, ‘કૃષિ સહાય’માં 40% સુધીનો વધારો અને આવકમાં 20% વધારો થયો છે. હવે, પરંપરાગત પદ્ધતિઓની સરખામણીમાં 50% ઓછું પાણી વપરાય છે. વાર્ષિક 10,000 લીટર પાણીની બચત થાય છે. પીવાનું પાણી હવે ઘરઆંગણે ઉપલબ્ધ છે. અગાઉ મહિલાઓ પાણી લેવા માટે સરેરાશ 1.3 કિલોમીટર ચાલીને જતી હતી પરંતુ પાણીની ઉપલબ્ધતાથી અહીંની મહિલાઓ અને બાળકોની સલામતી, સુરક્ષા અને એકંદર સુખાકારીની પણ સુનિસ્ચિત થઈ છે. હેલ્થકેરના ખર્ચમાં પણ 25% સુધીનો ઘટાડો થયો છે.