અયોધ્યા(Ayodhya)માં 5 ઓગસ્ટે રામ મંદિર(Ram temple)ના શિલાન્યાસ સમારોહને લઇ તૈયારીઓ અંતિમ ચરણે છે. શિલાન્યાસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM modi) પણ હાજરી આપશે. ત્યારે આ ઐતિહાસિક ઘડીમાં ગુજરાત(Gujarat)માં 5 સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં SGVPના અધ્યક્ષ પરમ પૂજય સદ્દગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, હિન્દુ આચાર્ય સભાના વડા સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજ, જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ, સતકેવલ સંપ્રદાય સારસાના અવિચલદાસજી મહારાજ અને બાપ્સના વડા મહંતને આમંત્રણ આપવામાં આવ્યું છે.
તમામ મહંતોએ આમંત્રણનો સ્વીકાર કર્યો

આમંત્રણનો તમામ મહંતોએ સ્વીકાર કર્યો છે, આ સાથે જ શાંતિગીરીજી મહારાજ, અમદાવાદના અખિલેશ્વરદાસજી મહારાજ, ઝંઝકરાના મહંત અને પુર્વ રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ પણ આયોધ્યા જશે. શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આમંત્રિત સંતશ્રીએ આજે કર્ણાવતી એરપોર્ટ પરથી પ્રસ્થાન કર્યું.
સુરક્ષાની કડક વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રવાસને લઇને અયોધ્યામાં સુરક્ષા ઘણી વધારવામાં આવી હે. આઈડી પ્રૂફ જોઇને જ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યા ધામને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. આ દરમિયાન તમામ એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં 4 થી 7 ઓગસ્ટ વચ્ચે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
