અયોધ્યામાં નિર્મિત રામ મંદિર માટે ઘણા શ્રદ્ધાળુઓ પોતાની શક્તિ પ્રમાણે દાન આપી રહ્યા છે. હાલમાં, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાતાઓને એક અપીલ કરતા કહ્યું છે કે, હવે મહેરબાની કરીને હવે ચાંદીનું દાન નહિ કરતા. હાલમાં રામ મંદિર માટે બે ક્વીન્ટલ જેટલી ચાંદી દાનમાં મળી ચૂકી હતી.

હાલમાં જ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ મંદિર નિર્માણની પ્રક્રિયા શરુ થઇ છે. આ થોડાક જ સમયમાં ભગવાન રામ અબજપતિ થઇ ચૂક્યા હતા. દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ રોકડ અને મૂલ્યવાન ધાતુઓનું દાન આપી રહ્યા છે. મંદિર નિર્માણનું કાર્ય આધુનિક મશીનની મદદથી ખુબ ઝડપે થઇ રહ્યું છે. મંદિર નિર્માણ માટે બે ક્વીન્ટલ જેટલી ચાંદી એકત્રિત થઇ જવાથી ટ્રસ્ટે દાતાઓને ચાંદીના બદલે રોકડ રકમનું દાન કકરવા અપીલ કરી છે. જેથી આ રોકડ રકમને મંદિરના નિર્માણના ઉપયોગ કરી શકાય.
આ પણ વાંચો : સુરતના તમામ હોટેલ-ગેસ્ટહાઉસના સંચાલકોએ રાખવું પડશે મુસાફરોની એક એક હરકતોનું ધ્યાન
અત્યાર સુધી મંદિર માટે એક અબજ રૂપિયાનું રોકડ દાન મળ્યું છે. મંદિરની નવી ડિઝાઇન પ્રમાણે નિર્માણમાં વધુ ખર્ચ થઇ શકે છે. માટે, ટ્રસ્ટ લોકોને રોકડ રકમ દાન કરવાની અપીલ કરી છે. નવરાત્રીના વધુ દાન આવશે તેવી ટ્રસ્ટે આશા વ્યક્ત કરી છે.
