અયોધ્યાના વિવાદિત સ્થળ પર માલિકીના હકથી સંબંધિત કેશમાં સુપ્રીમ કોર્ટમાં 16 ઓક્ટોબરના રોજ સુનાવણી પુરી થઇ. ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની અધ્યક્ષતા વાળી 5 જજોની બંધારણીય બેન્ચે આ ઐતિહાસિક મામલાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
CJI 17 નવેમ્બર 2019 ના રોજ રીટાયર થવાના છે. ઉમ્મીદ છે કે એ પહેલા અયોધ્યા વિવાદ પર નિર્ણય આવી જશે. અયોધ્યા જમીન વિવાદ મામલામાં દેશનો સૌથી લાંબો ચાલનાર કેસ માથી એક છે. પરંતુ શું તમને ખબર છે કે આ વિવાદ ક્યારથી સાહરુ થયો. અયોધ્યામાં વિવાદ લગભગ 400 વર્ષ પહેલાનો છે જ્યાં મસ્જિદનું નિર્માણ થયું હતું. ચાલો તમને બતાવીએ કે અયોધ્યા વિવાદ ક્યારે શરુ થયો અને કયારે શું શું થયું ?
વર્ષ 1528 : મુગલ બાદશાહ બાબરે મસ્જિદ બનાવી હતી. જેને લઇ હિન્દુઓનો દાવો છે કે આ જગ્યા ભગવાન રામની જન્મભૂમિ છે અને અહીં પહેલા મંદિર હતું.
વર્ષ 1853-1949 સુધી: 1853 માં આ જગ્યાની આજુબાજુ પહેલી વાર દંગા થયા હતા. 1859માં અંગ્રેજી પ્રશાસને વિવાદિત જગ્યાની આજુબાજુ વાડ લગાવી દીધી હતી. મુસલમાનોને અંદરની બાજુ અને હિંદુઓને ચબુતરાની બહાર પૂજા કરવાની મંજૂરી આપી હતી.

વર્ષ 1949: ખરો વિવાદ શરુ થયો 23 ડિસેમ્બર 1949 એ, જયારે રામ ભગવનની મૂર્તિ મંદિરમાં મળી. હિન્દુઓનું કહેવું હતું કે ભગવાન રામ પ્રગટ થયા હતા. જયારે મુસલમાનોએ આક્ષેપો કર્યા કે કોઈએ રાત્રે ચુપચાપ મૂર્તિઓ ત્યાં મૂકી દીધી. યુપી સરકારે મૂર્તિઓ હટાવવાનો આદેશ આપ્યો. પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ કે.કે. નાયરે દંગાઓ અને હિન્દુઓની ભાવનાઓ ભડકવાની બીકથી આ આદેશને અસમર્થ ગણાવ્યો. સરકારે આ વિવાદિત વિસ્તાર માનીને તાળું મરાવી દીધું.
વર્ષ 1950: ફૈઝાબાદ સિવિલ કોર્ટે બે અરજી દાખલ કરી. જેમાં એક રામ લલાની પૂજાની મંજૂરી આપી અને બીજી બાજુ વિવાદિત વિસ્તારમાં ભગવાન રામની મૂર્તિ મુકવાની મંજૂરી મંગાવમાં આવી. 1959માં નિર્મોહી અખાડાએ ત્રીજી અરજી દાખલ કરી.

વર્ષ 1961: યુપી સુન્ની વકફના બોર્ડે અરજી દાખલ કરી વિવાદિત જગ્યાનો કબ્જો અને મૂર્તિ હટાવવાની માંગ કરી.
વર્ષ 1984: વિવાદિત વિસ્તારની જગ્યા મંદિર બનાવવા માટે 1984માં વિશ્વ હિન્દૂ પરિષદે એક કામિટીનુ નિર્માણ કર્યું.
વર્ષ 1986: યુ.સી. પાંડેની પિટિશન પર ફૈઝાબાદના એક જિલ્લા જજ કે.એમ. પાંડે એ 1 ફેબ્રુઆરી 1986માં હિંદુઓને પુઅજ઼ કરવાની મંજૂરી આપતા વિસ્તાર પર થી તાળું હટાવી દીધું.
6 ડિસેમ્બર 1992: બીજેપી, વીએચપી અને શિવસેના સહીત બીજા હિન્દૂ સંગઠનના લાખો કાર્યકરોએ વિવાદિત વિસ્તારને તોડી પડ્યો. દેશ ભરમાં હિન્દૂ-મુસલમાનો વચ્ચે દંગાઓ ચાલુ થઇ ગયા. જેમાં 2 હજાર થી વધુ લોકો મૃત્યુ પામ્યા.
વર્ષ 2002: હિન્દૂ કાર્યકર્તાઓને લઈને જય રહેલી ટ્રેનને ગોધરામાં આગ લગાવી દેવામાં આવી. જેમાં 58 લોકો ની મોત થઇ. જેના લીધે થયેલા દંગામાં 2 હાજર થી વધુ લોકો મૃત્યુ પામ્યા.
વર્ષ 2010: ઇલહાબાદ હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત સ્થળને સુન્ની વક્ફ બોર્ડ, રામલલા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે 3 બરાબર-બરાબર ભાગમાં વહેચવાનો આદેશ આપ્યો.
વર્ષ 2011: સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર ઇલાહબાદ કોર્ટના નિર્ણય પર રોક મૂકી.
વર્ષ 2017: સુપ્રીમ કોર્ટે આઉટ ઓફ કોર્ટના સેટલમેન્ટનો સુજાવ કરવો. બીજેપીના મુખ્ય નેતાઓ પર ગુનાહિત કાવતરા ના આક્ષેપો ફરીથી કાર્ય.

8 માર્ચ 2019: સુપ્રીમ કોર્ટે મુદ્દાને મધ્યસ્થી માટે મોકલ્યો. પેનેલોને 8 અઠવાડિયામાં પૂરો કરવા કહ્યું.
1 ઓગસ્ટ : મધ્યસ્થ પેનલે રિપોર્ટ રજુ કરી.
2 ઓગસ્ટ 2019 સુપ્રીમ કોર્ટે કહ્યું કે મધ્યસ્થ પેનલ મામલાનુ સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યો.
6 ઓગસ્ટ 2019: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે દરરોજ સુનાવણી શરુ કરી.
16 ઓક્ટોબર 2019: અયોધ્યા મામલે સુનાવણી પુરી થઇ. સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો.
