આયુષ્માનની આવનારી ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન ખુબ ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને ફિલ્મના ટ્રેલરને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના ગે નું પાત્ર નિભાવી રહ્યા છે. ટ્રેલરના રિલીઝ બાદ આયુષ્માન ખુરાનાએ તેના માતાપિતાના હાવભાવ વિષે જણાવ્યું હતું. તે પછી હવે તાહિરાએ પણ પોતાના પુત્ર વિરાજવીર ખુરાનાનાં હાવભાવ જણાવ્યા.
તાહિરાએ ટ્વિટ કર્યું- “પિતાની આવનારી ફિલ્મ (શુભ મંગલ જ્યાદા સાવધાન) વિષે મેં પોતાના 8 વર્ષના પુત્રને પૂછ્યું કે હોમોસેક્સુઆલિટી અથવા ગે નો અર્થ ખબર છે? તો આ વિષે વિરાજવીરએ કહ્યું કે હા મને ખબર છે. મેં તેને પૂછ્યું કે તેને આનાથી કોઈ તકલીફ નથીને.જવાબમાં વિરાજવીરે કહ્યું આમાં તકલીફ શેની? આ સાંભળીને મારી આંખોમાં આશું આવી ગયા અને તેથી મને તેના પર ગર્વ છે.
આ પહેલા આયુષ્માનના એક ઇન્ટરવ્યૂમાં પોતાના માતાપિતાના હાવભાવ વિષે જણાવ્યું હતું કે “મેં જયારે આ ફિલ્મનું ટ્રેલર મારા માતાપિતાને બતાવ્યું તો તેમણે ટ્રેલરને ખુબ પસંદ કર્યું. આ દરમિયાન ફની સીન્સ જોઈને તેઓ ખુબ હસ્યા હતા. હું તેમના હાવભાવ સારી રીતે અનુભવ કરી રહ્યો હતો. કારણકે મને સમજાયું કે તેઓ મારા પાત્ર થી આકર્ષિત થઇ રહ્યા છે અને તેઓ એક કનેક્શન આ પાત્ર સાથે અનુભવ કરી સકતા હતા.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

હિતેશ કેવલયાએ ફિલ્મ લખી અને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં નીના ગુપ્તા, ગિરિરાજ રાવ અને જીતેન્દ્ર અહમ પાત્ર નિભાવી રહ્યા છે.
