વિશ્વ વિખ્યાત ભવિષ્યવેતા બાબાવાંગાની રશિયાના સંદર્ભમાં થયેલી ભવિષ્યવાણી ચર્ચામાં છે. બાબા વાંગાએ કહ્યું હતું કે રશિયન શાસકને કોઈ રોકી નહીં શકે, બધા જ વિરોધીઓને રસ્તામાંથી હટાવીને રશિયા દુનિયા પર રાજ કરશે. યુરોપ વેરાન થઈ જશે. યુક્રેન-રશિયા કટોકટી વચ્ચે બાબા વાંગાની ભવિષ્યવાણીઓની ચર્ચા જાગી છે.
રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કરીને દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો સર્જ્યો છે. એ દરમિયાન બલ્ગેરિયન ભવિષ્યવેતા બાબા વાંગાની ભવિષ્યવાણીઓનું વિશ્લેષણ થવા લાગ્યું છે. 1911માં બાબા વાંગાનો જન્મ થયો હતો. ૧૯૯૬માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધીમાં તેમણે ઈ.સ. 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી.

યુરોપ તબાહ થઈ જશે અને વેરાન બની જશે એવી ભવિષ્યવાણી કરનારા બાબા વાંગાએ એ જ સંદર્ભમાં રશિયા દુનિયા પર રાજ કરશે એવી ભવિષ્યવાણી કરી હતી. રશિયાનો શાસક દુનિયાનો શાસક બનશે. રશિયાને કોઈ રોકી શકશે નહીં, બધા જ વિરોધીઓને ડામી દઈને રશિયન શાસક દુનિયામાં સર્વોપરી બની જશે. યુક્રેન-રશિયન કટોકટી વચ્ચે નિષ્ણાતોએ બાબા વાંગાના ભવિષ્યકથનનો અભ્યાસ કર્યો હતો.
બાબા વાંગાએ અમેરિકા ઉપર અલકાયદાના હુમલાની સટિક ભવિષ્યવાણી કરી હતી. તે ઉપરાંત 2000ના વર્ષના સુનામીની પણ આગાહી કરી હતી. અમેરિકામાં આફ્રિકન મૂળના પ્રમુખની ભવિષ્યવાણી, બ્રિટિશ રાજકુમારીના મૃત્યુની આગાહી કરી હતી, જે સાચી સાબિત થઈ હતી. ૨૦૨૨માં દુનિયા ઉપર મોટી કુદરતી આફત આવશે એવી ભવિષ્યવાણી પણ તેમણે કરી છે. મહિલા ભવિષ્યવેતા બાબા વાંગા માનતા હતા કે 5079માં દુનિયાનો અંત આવશે એટલે તેમણે એ પછીના વર્ષોની કોઈ જ આગાહી કરી નથી.