વિવાદીત સ્થાન પર બનાવવામાં આવેલ અસ્થાયી રામ મંદિરના કેસના આધારે પોલીસે 8 ડિસેમ્બર 1992એ અડવાણી સહિત અન્ય નેતોની ધરપકડ કરી હતી. શાંતિ વ્યવસ્થા માટે તેમને લલિતપુરમાં માતાહીલા ડેમના ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા હતા. શરૂઆતી તાપસ યુપીની ક્રાઇમ બ્રાન્ચે કરી હતી જેમાં સીઆઈડીએ ફેબ્રુઆરી 1993માં 8 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની ટ્રાયલ માટે લલિતપુરમાં વિશેષ અદાલત સ્થાપિત કરવામાં આવી હતી. બાદમાં આવન-જાવનની સુવિધા માટે અદાલત રાયબરેલી ટ્રાન્સફર કરાઈ હતી.
વિશેષ અદાલતની રચના

આ કેસ સિવાય પત્રકારો અને ફોટોગ્રાફરોની મારપીટ, કેમેરા તોડવા સહિતના 47 કેસ અલગ કરાયા હતા, લખનૌ સીબીઆઈ કોર્ટ સાથે સંલગ્ન હતા. સરકારે બાદમાં બધા જ કેસ સીબીઆઈને સોંપી દીધા હતા. સીબીઆઈએ રાયબરેલીમાં ચાલી રહેલા કેસ નં. 198ની બીજી વાર તપાસની અદાલત પાસેથી મંજુરી લીધી. પ્રદેશ સરકારે 9 સપ્ટેમ્બર 1993ના રોજ નિયમ અનુસાર હાઈકોર્ટ સાથે પરામર્શ કરીને 48 કેસોની સુનાવણીમાં લખનૌમાં વિશેષ અદાલતની રચના માટે સૂચના જાહેર કરી હતી.
આ પણ વાંચો : બાબરી ધ્વંશ ચુકાદો : જાણો શું થયું હતું 6 ડિસેમ્બર 1992ના રોજ
પરંતુ આ સૂચનામાં કેસ નં. 198 સામેલ નહોતો, જેની ટ્રાયલ રાયબરેલીમાં ચાલી રહી હતી. 8 ઓકટોબરે રાજય સરકારે સંશોધીત અધિસૂચના જાહેર કરીને કેસ નં.198ને લખનૌની સ્પેશ્યલ કોર્ટના ક્ષેત્રાધિકારમાં જોડી દીધો પણ હાઈકોર્ટ સાથે પરામર્શ ન કરી બાદમાં અડવાણી અને અન્ય આરોપીઓએ ટેકનીકલ ખામીનો લાભ હાઈકોર્ટમાં લેવાયો હતો
આ પણ વાંચો : તમામ 32 આરોપીઓ નિર્દોષ, જાણો શું કહ્યું કોર્ટે
