બાબરી ધ્વંસ એ પૂર્વયોજીત ષડયંત્ર નહોતું એક આકસ્મીક બનેલી ઘટના હતી. અને સમગ્ર ઘટનામાં કોઇ મજબૂત સાક્ષી-પૂરાવા મળતા નથી. અડવાણી સહિતનાં છ વરિષ્ઠ નાગરિક આરોપીઓએ તેમના નિવાસેથી આ ચૂકાદો વીડિયો કોન્ફરન્સ મારફત સાંભળ્યો હતો. જ્યારે વિનય કટિયાર સહિતના 26 આરોપીઓ અદાલતમાં હાજર હતાં.
અયોધ્યામાં ગુંજ્યો જય શ્રી રામનો નારો
ચુકાદાની સાથે જ અયોધ્યામાં જય શ્રી રામનો નારો ગૂંજી ઉઠ્યો છે. અને દેશભરમાં જબરો ઉલ્લાસ છવાઈ ગયો છે. 28 વર્ષથી ચાલતા આ કેસમાં ઉતરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ પણ એક આરોપી હતા. કુલ 49 લોકો સામે કેસ દાખલ કરાયો હતો પરંતુ તેમાં 17ના મૃત્યુ થયા હતા જેથી હાલ 32 લોકો સામે કેસ ચાલ્યો હતો.

બાબરી ધ્વંસ એ પૂર્વયોજીત ષડયંત્ર ન હોતું
સીબીઆઈએ 600થી વધુ મુખ્ય સાક્ષીઓ કર્યા હતા જ્યારે ઘટનાના સાક્ષી તરીકે 45,000થી વધુ લોકોને જોડ્યા હતાં. પરંતુ તેમાંથી ફક્ત 350 લોકોએ જ જુબાની આપી હતી. જજ યાદવે 12.16 કલાકે તેમનો ચૂકાદો વાંચવાનું શરુ કર્યું હતું અને પ્રથમ તબક્કે જ જાહેર કર્યું હતું કે બાબરી ધ્વંસ એ પૂર્વયોજીત ષડયંત્ર ન હોતું એક અચાનક અને આકસ્મીક બનેલી ઘટના હતી.
આ પણ વાંચો : બાબરી ધ્વંશ ચુકાદો : જાણો શું થયું હતું 6 ડિસેમ્બર 1992ના રોજ
